Home ગુજરાત રાજ્યમાં કોરોના બ્લાસ્ટ: રેકોર્ડબ્રેક 712 પોઝિટિવ કેસ અને 21ના મોત

રાજ્યમાં કોરોના બ્લાસ્ટ: રેકોર્ડબ્રેક 712 પોઝિટિવ કેસ અને 21ના મોત

67
0
SHARE

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.4

રાજ્યમાં અનલોકનાં તબક્કામાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું ધીમું પડ્યું હોય તેવાં કોઇ લક્ષણો ગુજરાતમાં દેખાતાં નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીનાં સૌથી વધુ 712 કેસ નોંધાયા છે. આમ અગાઉ જે કેસો 600ને પાર નોંધાતા હતા, તે હવે 700ને પાર થઈ ગયા છે. જ્યારે આજના દિવસમાં 21 લોકોનાં મોત અને 473 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 35398 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1927 તો ડિસ્ચાર્જનો કુલ આંક 25414 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાએ હવે પેટર્ન બદલી છે. હવે અમદાવાદના બદલે સુરતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલ કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન ૨૦૧, અમદાવાદ કોર્પોરેશન ૧૬૫, સુરત ૫૨, રાજકોટ ૩૬, વડોદરા કોર્પોરેશન ૩૪, વડોદરા ૨૭, વલસાડ ૧૯, ભરૂચ ૧૫, રાજકોટ કોર્પોરેશન ૧૧, ગાંધીનગર ૧૧, નવસારી ૧૧, ભાવનગર કોર્પોરેશન ૧૦, બનાસકાંઠા ૧૦, ખેડા ૧૦, ભાવનગર ૧૦, જુનાગઢ કોર્પોરેશન ૯, મહેસાણા ૮, અમદાવાદ ૭, અરવલ્લી ૭, કચ્છ ૭, પાટણ ૬, સાબરકાંઠા ૬, સુરેન્દ્રનગર ૬, જામનગર ૬, ગાંધીનગર કોર્પોરેશન ૪, આણંદ ૪, ગીર-સોમનાથ ૪, મોરબી ૩, જામનગર કોર્પોરેશન ૨, પંચમહાલ ૨, મહીસાગર ૨, બોટાદ ૨, અમરેલી ૨, દાહોદ ૧, જુનાગઢ ૧, દેવભૂમિ દ્વારકા ૧ કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૮૦૫૭ છે, જેમાંથી ૬૮ દર્દીઓની હાલત ગંભીર છે તો, ૭૯૮૯ દર્દીઓની હાલત સ્થિર છે. આજના દિવસમાં અમદાવાદ કોર્પોરેશન ૯, સુરત કોર્પોરેશન ૪, રાજકોટ કોર્પોરેશન ૪, મહેસાણા ૧, અરવલ્લી ૧, કચ્છ ૧, વલસાડ ૧ દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.

Print Friendly, PDF & Email