Home દેશ - NATIONAL રાજસ્થાનમાં ઉદયપુરના જંગલમાંથી મળી મહિલા અને પુરુષની લાશ મળતા હસ્કંપ મચ્યો

રાજસ્થાનમાં ઉદયપુરના જંગલમાંથી મળી મહિલા અને પુરુષની લાશ મળતા હસ્કંપ મચ્યો

57
0

એક બાજૂ મહારાષ્ટ્રમાં બંધ કારમાંથી એક શખ્સની લાશ મળી આવી છે, તો વળી રાજસ્થાનના ઉદયપુરમાં બે લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે. ઉદયપુર જિલ્લાના ગોગુડા પોલીસ સ્ટેશનના અંબરેશ્વર મહાદેવ જંગલમાં એક પુરુષ અને મહિલાની લાશ મળી આવી છે. પોલીસનું માનીએ તો, આ મામલો પ્રેમ પ્રસંગનો હોવાનું કહેવાય છે અને બંનેના પ્રાઈવેટ પાર્ટ કપાયેલા છે. તો વળી મુંબઈ-ગોવા હાઈવે પર પનવેલમાં મળેલી લાશને લઈને પોલીસે હત્યાની આશંકા જતાવી રહી છે. હાલમાં બંને જગ્યા પર પોલીસ આ મામલે તપાસમાં લાગી ગઈ છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ઉદયપુરના એસપી વિકાસ શર્માએ જંગલમાંથી એક મહિલા અને પુરુષની લાશ મળવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, તેમના પ્રાઈવેટ પાર્ટ્સ કપાયેલા છે. આ હત્યા અને પ્રેમ પ્રસંગનો મામલો લાગી રહ્યો છે અને તેના સંબંધમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે. કહેવાય છે કે, જંગલમાંથી પ્રેમી કપલ નગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા. બંનેની નિર્મમ હત્યા થઈ છે, કારણ કે કપલના શરીર પર પથ્થરના નિશાન પણ હતા. તો વળી મહારાષ્ટ્રમાં મળેલા લાશ મામલે પનવેલના સીનિયર પોલીસ ઈંસ્પેક્ટર અનિલ પાટિલે કહ્યું કે પનવેલમાં મુંબઈ-ગોવા હાઈવે પર બંધ કારમાં સંજય કારલે નામના શખ્સની લાશ મળી છે.

પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે તે તેમની હત્યા થઈ છે. શરીરમાં છાતી અને પેટ પર ઈજાના નિશાન છે અને આગળની તપાસ ચાલી રહી છે. હકીકતમાં જોઈએ તો, ઉદયપુરમાં મળેલી બંને લાશની ઓળખાણ થઈ ગઈ છે. મૃતકોની ઓળખાણ જાવર માઈન્સ વિસ્તારમાં રહેતા રાહુલ મીણા અને મદારી વિસ્તારમાં રહેતી સોનૂ રાજપૂત તરીકે થઈ છે. બંને 15 નવેમ્બરે પોતાના ઘરેથી ભાગી ગયા હતા. પોલીસ અધિકારી યોગેન્દ્ર વ્યાસે જણાવ્યું છે કે, તમામ એન્ગલથી તપાસ આગળ વધી રહી છે. પોલીસને ઓનર કિલીંગની પણ આશંકા છે. કારણ કે યુવક અને યુવતી અલગ અલગ સમાજના હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજસ્થાનમાં કાકાએ ભત્રીજી પર નજર બગાડી, દોઢ મહિના સુધી દુષ્કર્મ કર્યું
Next articleવડોદરામાં યુવતી સાથે મિત્રતા કરી વિધર્મીએ આચર્યું દુષ્કર્મ, મારી નાખવાની આપી ધમકી