Home દેશ - NATIONAL રાજસ્થાનના ગેંગસ્ટર આનંદપાલ સિંહના એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક; જોધપુર કોર્ટે સીબીઆઈના ક્લોઝર...

રાજસ્થાનના ગેંગસ્ટર આનંદપાલ સિંહના એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક; જોધપુર કોર્ટે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો

25
0

(જી.એન.એસ) તા. 24

જોધપુર,

પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રખ્યાત ગેંગસ્ટર આનંદપાલ સિંહના એન્કાઉન્ટર કેસમાં હવે ફરી એક વાર નવો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં જોધપુર કોર્ટે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો છે. ACJM CBI કોર્ટે આ એન્કાઉન્ટરમાં સામેલ 5 પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કોર્ટે એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ સામે કલમ 302 હેઠળ તપાસ અને કાર્યવાહીનો આદેશ આપ્યો છે.  આનંદપાલનું એન્કાઉન્ટર 24 જૂન 2017ના રોજ થયું હતું. પરિવાર તરફથી આ એન્કાઉન્ટરને નકલી ગણાવીને કેસ નોંધવામાં આવ્યો હતો.  ગેંગસ્ટરના એન્કાઉન્ટર બાદ આનંદપાલના પરિવારના સભ્યોએ તેને ફેક એન્કાઉન્ટર ગણાવીને કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. તે જ સમયે, સીબીઆઈએ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ કોર્ટને આપ્યો હતો, આ રિપોર્ટમાં નકલી એન્કાઉન્ટરની વાતને નકારી કાઢવામાં આવી હતી. પરંતુ આનંદપાલની પત્નીના વકીલે દલીલ કરી હતી કે આનંદપાલના શરીર પર ઈજાના નિશાન છે. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે આનંદપાલને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી હતી, જે નકલી એન્કાઉન્ટર તરફ ઈશારો કરે છે. અન્ય પુરાવાઓ પણ સાબિત કરે છે કે આ નકલી એન્કાઉન્ટર હતું.

જે બાદ કોર્ટે એન્કાઉન્ટરમાં સામેલ તત્કાલીન ચુરુ એસપી રાહુલ બરહત, તત્કાલીન એડિશનલ એસપી વિદ્યા પ્રકાશ ચૌધરી, ડીએસપી સૂર્યવીર સિંહ રાઠોડ, આરએસી હેડ કોન્સ્ટેબલ કૈલાશ સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે.

આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે આનંદપાલના સહયોગીઓએ તેમને કહ્યું હતું કે તે સાલાસરમાં છુપાયો છે, સમાચારની પુષ્ટિ થતાં, એસઓજીએ ઘેરો ઘાલ્યો અને આનંદપાલને પકડવાનો પ્રયાસ કર્યો. પોલીસે જણાવ્યું હતું કે જેવી પોલીસ ટીમ ત્યાં પહોંચી, આનંદપાલે ઘરની છત પરથી પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબમાં એસઓજીએ પણ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં આનંદપાલનું મોત થયું હતું. તેને 6 ગોળી વાગી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે આનંદપાલને પકડવામાં લગભગ 8 થી 9 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

કહેવાય છે કે આનંદપાલને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ખૂબ જ પસંદ હતો. તે દાઉદ સાથે જોડાયેલા દરેક સમાચાર વાંચતો અને ફોલો કરતો હતો. પોલીસ સૂત્રોના હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતમિલનાડુના તિરુવરુર જિલ્લામાં કમલા હેરિસના પોસ્ટર લગાડી, તેમની જીત માટે પૂજાનું આયોજન
Next articleસુરતના રૂંઢ ખાતે નિર્માણ થશે “પી.એમ. એકતા મોલ”