Home જ્યોતિષ રાજનાથ સિંહ સહિતના પ્રધાનોને ગમતા પીએસ રાખવાની મનાઈ

રાજનાથ સિંહ સહિતના પ્રધાનોને ગમતા પીએસ રાખવાની મનાઈ

1083
0
SHARE

પીએમઓએ રાજનાથ સિંહને પર્સનલ સેક્રેટરી રાખવાની માંગને નકારી દીધી છે. એવુ કહેવાય રહ્યુ છે કે ગૃહ મંત્રી રાજનાથ સિંહે યુપીના આલોક સિંહને પોતાના પર્સનલ સેક્રેટરી રાખવાની માંગ કરી હતી. આલોક સિંહ ૧૯૯૫ બેચના યુપી કાડરના ઓફિસર છે. આ પહેલા તેઓ પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદના પર્સનલ સેક્રેટરી રહી ચુક્યા છે. સૂત્રોના મુજબ આલોકે અનૌપચારિક રૂપે રાજનાથના પીએસનુ કામકાજ સાચવી લીધુ હતુ.

આ ઉપરાંત સ્મૃતિ ઈરાની,નજમા હેબતુલ્લા અને રવિશંકર પ્રસાદને પણ પોતાના પસંદગીના પીએસ નથી મળી રહ્યા. સૂત્રોના મુજબ પીએમઓ યુપીએના સમયમાં કામ કરી ચુકેલા અધિકારીઓમાંથી કોઈને પણ પર્સનલ સેક્રેટરીના રૂપમાં મુકવાના પક્ષમાં નથી.

પર્સનલ સેક્રેટરી રાખવામાં હવે નહી ચાલે મંત્રીઓની મરજી
(એ.જી.એન.એસ.)નવી દિલ્હી,તા.૧૭ સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, અંગત સચિવની નિમણૂક કરતા પહેલા કેબિનેટ આ નિમણૂકને મંજૂરી આપે તે જરૂરી છે. તમામ વિભાગોના સચિવોને આ સરક્યુલર તા. ૨૬મી મેના રોજ મોકલવામાં આવ્યો હતો. નિમણૂક પ્રક્રિયાનું કડકાઈ પૂર્વક પાલન કરવું.

ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહને તેમના અંગત સચિવ તરીકે ૧૯૯૫ની બેચના આઈપીએસ ઓફિસર આલોકસિંહ જોઈતા હતા. પરંતુ તેમની નિમણૂંકને ના કહી દેવામાં આવી છે. કારણ કે, આલોકસિંહને પૂર્વ કાયદાપ્રધાન સલમાન ખુર્શીદની નજીક માનવામાં આવે છે. સલમાન ખુર્શીદ, વિદેશ, કાયદા તથા જળ સંશાધન મંત્રાલયમાં હતા, ત્ચારે આલોકસિંહ તેમની સાથે કામ કરી ચૂક્યા છે. તેમને યુપીએની નજીક માનવામાં આવે છે.

આવી જ રીતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરે રિજ્જુને અંગત સચિવ તરીકે અભિનવ કુમાર જોઈતા હતા. અભિનવ ગત સરકાર દરમિયાન પ્રધાન શશિ થરૂરની નજીક હતા. આવી જ રીતે રાજ્યકક્ષાના વિદેશપ્રધાન જનરલ વી.કે.સિંહને પીએસ તરીકે રાજેશ કુમાર જોઈતા હતા. રાજેશ કુમારે ગત સરકાર દરમિયાન પ્રધાન ચંદ્રેશ કુમારી કટોચ સાથે કામ કર્યું હતું. આમ કેટલાક પ્રધાનોના સચિવોના નામ અટકેલા છે. નિયુક્તિ સમિતિ તેને લીલીઝંડી આપે તેવી પણ શક્યતા નથી. કારણ કે, મોદી ઈચ્છે છે કે, બાબુઓમાં કોઈ યુપીએ સરકારને વફાદાર કે નજીક હોય તેવું ન જોઈએ. જે ભવિષ્યમાં તેમની સરકાર માટે જોખમી અથવા તો શરમજનક સ્થિતિ ઊભી કરી શકે છે.

Print Friendly, PDF & Email