Home રમત-ગમત રાજકોટમાં IPL-10 ની રંગારંગ કાર્યક્રમ, ટાઇગર શ્રોફ કરશે પરફોર્મન્સ

રાજકોટમાં IPL-10 ની રંગારંગ કાર્યક્રમ, ટાઇગર શ્રોફ કરશે પરફોર્મન્સ

567
0
SHARE

(જી.એન.એસ), તા.૭ રાજકોટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 10મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ થઇ ગયો છે. હૈદરાબાદ અને પૂણે પછી આજે રાજકોટમાં IPL-10ની ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં ટાઇગર શ્રોફ સહિતના સેલેબ્સ પરફોર્મ કરશે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે સાંજે 6:15 કલાકથી ઓપનિંગ સેરેમનીનો પ્રારંભ થશે. ગુજરાત લાયન્સ પોતાની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે.
આઈપીએલની 10મી સિઝન અનેક નવા રંગ તરંગ લઈને આવી છે. જે પૈકીનું ખાસ આકર્ષણ ઓપનિંગ સેરેમની છે. અગાઉની યોજાયેલી આઈપીએલની સિઝનમાં માત્ર એક ઓપનિંગ સેરેમની હતી પણ આ વર્ષે દરેક વેન્યુના પહેલા મેચમાં ઓપનીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.
નવા રીતભાત સાથે ઓપનીંગ સેરેમની પ્રથમ વખત ખંઢેરીમાં યોજાશે. આજે ટાઈગર શ્રોફ, ભુમિ ત્રીવેદી, સચિન-જીગર સહિતની સેલિબ્રિટી રાજકોટ આવી પહોંચ્યાં છે. તમામે ખંઢેરી સ્ટેડિયમ ખાતે પોતાના સ્ટેજ પરફોર્મન્સનું રિહર્ષલ કર્યું હતું. ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક ખાસ સ્ટેજ બનાવવામાં આવ્યું છે જેમાં સેલિબ્રિટીઝ પરફોર્મન્સ આપશે. રાજકોટની ઓપનિંગ સેરેમનીમાં ગુજરાતી અને બોલિવુડ બંન્નેનો સંગમ જોવા મળશે.
તો આજે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનારી ગુજરાત લાયન્સ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ નિહાળવા બોલિવુડ બાદશાહ શાહરૂખખાન અને તેમનો પુત્ર પણ રાજકોટના મહેમાન બનશે.

Print Friendly, PDF & Email