Home દેશ - NATIONAL યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જોધપુર...

યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા

28
0

(જી.એન.એસ) તા. 21

જોધપુર,

સગીરાના યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે રાજસ્થાનની જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. છાતીમાં દુખાવાની ફરિયાદ ના કારણે આસારામને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘણા દિવસોથી તબિયત ખરાબ હતી. આસારામને ત્રણ દિવસ પહેલા છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તપાસ બાદ તેને પરત મોકલી દેવામાં આવ્યો હતો. ગુરુવારે રાત્રે લગભગ 1:00 વાગ્યે તેની તબિયત બગડતાં તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. આસારામના સ્વાસ્થ્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ એનિમિયાથી પીડિત છે અને તેમનું હિમોગ્લોબિન લેવલ 8.7 છે.

તેના પેટમાં આંતરિક રક્તસ્ત્રાવ સહિતની સમસ્યાઓ માટે ડૉક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક પ્રકારની તપાસ પણ કરવામાં આવી રહી છે. આસારામ સંસ્થાના સત્તાવાર હેન્ડલ પરથી લોકોને ભીડ ન કરવા વિનંતી કરવામાં આવી છે જેથી સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે.નોંધનીય છે કે 21 માર્ચે રાજસ્થાન હાઈકોર્ટે યૌન ઉત્પીડનના આરોપમાં સજા કાપી રહેલા આસારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી આપી હતી. જે અંતર્ગત મહારાષ્ટ્રથી આવેલા આયુર્વેદના નિષ્ણાત દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યારે આસારામે મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી હતી, ત્યારે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષાના કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી. આસારામને સગીર વયના યૌન શોષણના આરોપમાં જોધપુર કોર્ટમાં કુદરતી જીવન સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે મુજબ આસારામ મૃત્યુ સુધી જેલમાં જ રહેશે. આસારામ તરફથી જામીન અને પેરોલને લઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ડઝનબંધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તેમને ક્યાંયથી પણ કોઈ પ્રકાર રાહત મળી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેસની સુનવણી પુરી ના થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલના જમીન પર દિલ્હી હાઇકોર્ટનો સ્ટે
Next articleઆજથી 30/06/2024 સુધી અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ રોંગ સાઈડ ડ્રાઈવ કરવામાં આવશે