Home હર્ષદ કામદાર યોગીજી અન્ય સમાજની ત્યક્તા મહિલાઓને પેન્શન કેમ નહિ, વારુ…?

યોગીજી અન્ય સમાજની ત્યક્તા મહિલાઓને પેન્શન કેમ નહિ, વારુ…?

241
0
SHARE

(જીએનએસ: હર્ષદ કામદાર)
દેશભરમાં એનઆરસી- સીએએ નો અમલ થાય તે માટે ભાજપાની કેન્દ્ર સહિતની રાજ્ય સરકારોએ જરૂરિયાત અનુસાર વ્યુહ અપનાવ્યો છે… ઉત્તર ભારતને આકરી ઠંડીએ પોતાની ઝપટમાં લઈ લીધું છે. લોકો ઠુંઠવાઇ રહયા છે તેમાં ખાસ કરીને ઝૂંપડામાં વસતા પરિવારો અને મજૂરી કામ કરતા તેમજ આદિવાસીઓ નો સમાવેશ થાય છે. પરંતુ સરકાર આવા પિડાતા લોકોને સહાય કે યોગ્ય સુવિધા આપી શકતી નથી સિવાય કે માનવીય અભિગમ ધરાવતા લોકો વ્યક્તિગત રૂપે ખુલ્લામાં ઢાંકેલા ફાટેલા તુટેલા ગોદડા ઓઢી ને સુતા હોય તેમને જોઈને ગરમ ધાબળા ઉઢાડે છે. તો કોઈ ગરમ કોટી-કોટ વગેરે પહેરાવતા હોય છે. પણ આવું કાર્ય જુજ વ્યક્તિઓ જ કરતી હોય છે. સરકાર એટલા માટે સહાય નથી કરતી કે કાયદા અનુસાર માત્ર કુદરતી આપત્તિ, અતિવૃષ્ટિ, ધરતીકંપ, મોટી હોનારતમાં જ સહાય કરી શકે છે. જ્યારે બરફીલા કે અતિ ઠંડીમાં ઠૂઠવાતો લોકોને આપવા કોઈ કાયદો જ નથી. કદાચ હવે સરકારે આ માટે કાયદો બનાવવો પડશે… આવી હાડ થીજાવતી ઠંડીમાં સીએએ અને એન.આર.સી માટે સૌથી વધુ વીરોધ છે તે ઉત્તર પ્રદેશમાં સરકાર ત્રિપલ તલાક નો ભોગ બનેલ પીડિત મહિલાઓને વાર્ષિક રૂપિયા ૫૦ હજારનું પેન્શન પેકેજ આપવાનો નિર્ણય કરી તેનો અમલ પણ કરી દીધો છે. અને આવી પરાણે છૂટાછેડા મળલ મહિલાઓને એક જાહેર કાર્યક્રમમા મુખ્ય મંત્રી યોગીજી દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેના ઘેરા પ્રત્યાઘાત અન્ય સમાજોમાં પડ્યા છે… અન્ય સમાજની મહિલાઓનું કહેવું છે કે માત્ર ત્રિપલ તલાક પીડીત મુસ્લિમ બાનુઓને પેન્શન અપાય તો અન્ય હિન્દુ સહિતની જ્ઞાતિઓની ત્યકતાઓ કે છૂટાછેડા પિડીત મહિલાઓને પેન્શન કેમ નહી….? શું સીએએ- એનસીઆરના વિરોધમાં મુસ્લિમોએ મોટા પ્રમાણમાં દેખાવો કર્યા અને કરે છે તેને ઠંડો પાડવા મુસ્લિમ ત્રીપલ પેન્શન આપવા નિર્ણય કરાયો….? ત્યારે બાકીના સમાજની છૂટાછેડા પીડિત મહિલાઓ પેન્શનમાં કેમ બાકાત રાખી..? હિંદુઓની વાત કરવી, હિન્દુ હિતોની દુહાઈ દેતી ભાજપા શુ હિન્દુ સહિતના અન્ય સમાજોની વિરોધી છે.? હિન્દુ અને અન્ય સમાજોએ પણ આ કાયદાઓનો વિરોધ કર્યો છે. પણ તમારા ટીવી બતાવતા નથી… માત્ર મુસ્લિમોનો જ વિરોધ બતાવે છે……!!
દેશમાં જ્યારે કેન્દ્ર સરકાર સીએએ અને એનઆરસી મુદ્દે તમામ રાજ્યોનો ટેકો મેળવવા માટે પ્રયાસો કરી રહી છે. જેમાં ભાજપશાસિત અને ભાજપા ગઠબંધન ધરાવતા જે તે રાજ્યની સરકારો ને એક દિવસીય સભા બોલાવી ને ઠરાવો કરવા કહી દેવાયું છે. તેને લઈને ભાજપા શાસિત રાજ્યો ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક, ગોવા વગેરે રાજ્યોએ સત્ર બોલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ ગઠબંધન વાળી ભાજપા સરકારોની હાલત કફોડી છે. આવા રાજ્યોની ચિંતા વધી ગઈ છે. બિહારમાં નીતિશ આડા ફાટ્યા છે. તો આસામ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી વગેરે રાજ્યોમાં એનઆરસી- સીએએનો વિરોધ થવાનુ નિશ્ચિત છે. તો આજેપણ દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી હોવા છતાં યુવાધને એનઆરસી-સીએએનો વિરોધ અને ધરણાં વગેરે ચાલુ રાખ્યા છે. તો ઉત્તર પ્રદેશના સમારોહાના લકડામાં આ કાયદા બાબતે સમજાવવા ગયેલા ભાજપના ધારાસભ્યને લોકોએ ઘેરી લઇને માર મારતા તેઓ લોકોના વિરોધ થી બચવા ભાગ્યા હતા. પરંતુ ત્યાંની એક વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવી છે. જેનો કેસ પોલીસે કરતા આ વાત સમગ્ર યુપી અને અન્ય રાજ્યોમાં ફરી વળતા લોકોમા વધુ આક્રોશ ફરી વળ્યો છે. ત્યારે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે નાગરિક કાયદો અને એનટીઆર ના સમર્થન માં યોજાયેલ કાર્યક્રમમાં કચ્છના મહેશ્વરી મેઘવાળ સમાજને નિરાશ્રિત કહેતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કારણકે મહેશ્વરી સમાજના પંડિતોએ કચ્છના રાજાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. આ કારણે કચ્છ સહિતના અનેક જિલ્લામાં ધેરા પ્રત્યાઘાત પડયા છે. ટૂંકમાં ભાજપાને વિરોધ પક્ષ નહી પણ તેના જ લોકો ભારે પડશે એવું ચિત્ર ઊભું થયું છે…!
યુપીના મુખ્યમંત્રી યોગી પણ બોલી ગયા કે બદલો લેવામાં આવશે. કારણ યુપીમાં આમ સમાજ જાગૃત છે. એનઆરસીમા મુસ્લિમ તહેવારો નો ઉલ્લેખ જ નથી. પરિણામે લોકોનો વિરોધ વધુ પ્રમાણમાં થયો છે અને થઈ રહ્યો છે..તો વિરોધને ડામી દેવા પોલીસ દળે કાંઈ બાકી રાખ્યું નથી. અને ત્યારે પ્રિયંકા સાથે થયેલા પોલીસ વર્તાવને લઈને લોકોમાં વધુ આક્રોશ ફેલાયો છે. અને આવા સમયે જ યોગી બોલ્યા કે બદલો લેવામાં આવશે. જેની આમ લોકોમાં એવી સમજ ઊભી થઈ કે એ લોકો સામે યોગી બદલો લેશે. ત્યારે બંગાળમાં ભાજપાના નેતા કે જે પ્રદેશ અધ્યક્ષ છે તેમણે તાજેતરમાં મિડીયા સામે કહ્યું કે માધ્યમોને સમાચારોની જરૂર હોવાથી તેમનો પક્ષ ભાજપા આ રાજ્યમાં તોફાનો કરાવે છે. મિદનાપોરના કોન્ટાલ ખાતે એક રેલીને સંબોધવા જતા પહેલા પક્ષની સ્થાનિક ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જ આ વાત કરતાં વધુમા કહ્યું હતું કે તુણમૂલ તોફાન કરશે તો અમે તોફાન કરીશુ, બંગાળના રાજકારણની આ રીત છે. અમે દરેક રીતે તૈયાર છીએ. તમને પણ સમાચારોની જરૂર હોય છે. એટલા માટે અમે લોકોને તોફાન કરાવવા ઉશ્કેરીએ છીએ. હવે આનો મતલબ શો.? એટલો જ સમજવોને કે દેશમાં જ્યાં જ્યાં તોફાનો થાય છે ત્યાં ત્યાં ભાજપાના લોકો પ્રજાને તોફાનો કરાવવા ઉશ્કેરે છે..?! ત્યારે ભાજપાએ હવે આવા બેફામ નિવેદન કરતાં નેતાઓ ઉપર બાન મુકવાની જરૂર છે…! નહીં તો સમય સમયનું કામ કરે જ છે…!

Print Friendly, PDF & Email