Home દુનિયા - WORLD યૂટ્યુબના સીઈઓ સુસાન વોઝ્સ્કીએ રાજીનામું આપ્યું, ભારતીય મૂળના નીલ સંભાળશે કમાન

યૂટ્યુબના સીઈઓ સુસાન વોઝ્સ્કીએ રાજીનામું આપ્યું, ભારતીય મૂળના નીલ સંભાળશે કમાન

93
0

યૂટ્યૂબના સીઈઓ સુસાન વોઝ્સકીએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. Googleની પેરેન્ટ્સ કંપની Alphabet Incએ ગુરુવારે જણાવ્યું છે કે, YouTubeના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)સુસાન ડાયને વોઝ્સકીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું સ્થાન ભારતીય મૂળના અમેરિકી નીલ મોહન લેશે. વોઝ્સ્કી (54) એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, તે પોતાના પરિવાર સાથે વધારે સમય વિતાવવા માગે છે. તે પોતાની તબિયત અને વ્યક્તિગત જીવન પર ધ્યાન આપવા માગે છે.

વોઝ્સકીએ જણાવ્યું કે, આ પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી તેઓ આ પદ પર બની રહેશે અને તે ગૂગલની પેરેન્ટ્સ કંપની અલ્ફાબેટ ઈંકમાં કામ કરતા એક સલાહકારની ભૂમિકા પણ નિભાવશે. સુસાન ડાયને વોઝ્સ્કી ગૂગલના શરુઆતી કર્મચારીમાંથી એક હતા. એટલું જ નહીં તે લગભગ 25 વર્ષોથી ગૂગલની પેરેન્ટ્સ કંપની સાથે છે. વર્ષ 2014માં તે યૂટ્યૂબના સીઈઓ બન્યા હતા. હવે નવ વર્ષ બાદ તેમણે આ પદ છોડ્યું છે. તેમણે કહ્યું કે, યૂટ્યૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસર નીલ મોહન યૂટ્યૂબના નવા પ્રમુખ હશે.

તેમણે આગળ કહ્યુ કે, મોહન એક ઉત્કૃષ્ટ લી઼ડર છે, જે આ સમુદાય અને તેની જરુરિયાતને અન્ય કોઈ કરતા વધારે સારી રીતે જાણે છે. ત્યાર બાદ ભારતીય મૂળના અમેરિકા નીલ મોહન કંપનીની કમાન સંભાળશે. નીલના કરિયરની શરુઆત ગ્લોરફાઈડ ટેક્નિકલ સપોર્ટથી થઈ હતી. અહીં તેમને 60,000 ડોલર પગાર મળતો હતો. 2008માં નીલ ગૂગલમાં તે સમયે જોડાયા, જ્યારે તેમની જૂની કંપની ડબલ ક્લિકને ગૂગલે ખરીદી હતી. 2015માં ગૂગલે જાહેરાત બિઝનેસથી યૂટ્યૂબમાં સામેલ થયા બાદ નીલ મોહન વોઝ્સ્કીના ટોચના ડેપ્યુટી રહ્યા છે. નીલ મોહન હાલમાં યૂટ્યૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપશ્ચિમ બંગાળના દીધા દરિયા કિનારેથી 200 કિલોની માછલી મળી આવી, જોવા માટે લોકો પડાપડી કરી
Next articleસોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ એક્ટ્રેસની ટ્વીટ, એવું શું છે ટ્વીટ