Home દુનિયા યૂએસના હૂમલાથી રશિયા લાલઘૂમ, રશિયા સીરિયાની પડખે

યૂએસના હૂમલાથી રશિયા લાલઘૂમ, રશિયા સીરિયાની પડખે

310
0
SHARE

જી.એન.એસ), તા.૮
સીરિયામાં અમેરિકાએ કરેલા મિસાઈલ હુમલાથી રશિયા લાલઘૂમ થઈ ગયું છે. સીરિયા છેલ્લાં છ વર્ષથી બળવાખોરોની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. આ સમસ્યામાં રશિયા સીરિયાની પડખે છે, જ્યારે અમેરિકા બળવાખોરોની પડખે છે. સીરિયામાં અમેરિકાના મિસાઈલ હુમલા પછી રોષે ભરાયેલા રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવી છે.
અમેરિકાએ જણાવ્યું હતું કે કેમિકલ હુમલા પછી સીરિયા પર નવા પ્રતિબંધો મુકાશે. જોકે આ અંગે તેમણે વધારે વિગતો આપી ન હતી. બીજીબાજુ ચીને સીરિયા સંકટનો ઉકેલ રાજદ્વારી રીતે લાવવાનો અનુરોધ કર્યો છે.
યુએનમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિ નિકી હેલીએ અમેરિકાના આ હુમલાને યોગ્ય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કેમિકલ હુમલો કરી સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આથી આ હુમલો કરાયો છે. આપણે હજુ વધુ આ પ્રકારના હુમલા માટે તૈયાર રહેવું જોઈએ પરંતુ આશા રાખીએ કે તેની જરૂર નહીં પડે.
બીજીબાજુ ફ્રાન્સના પ્રમુખ ફ્રાંસ્વાં ઓલાંદે જણાવ્યું હતું કે કેમિકલ હુમલા પછી અમેરિકાએ જે કાર્યવાહી કરી છે તે યુએનના નેજા હેઠળ કરવાની જરૂર હતી.

Print Friendly, PDF & Email