દરોડામાં મળી આવેલો જથ્થો એટલો મોટો હતો કે નોટો ગણવા માટે મશીનો મંગાવવામાં આવ્યા
(જી.એન.એસ) તા. 19
આગ્રા,
ઇન્કમ ટેક્સ વિભાગે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના ત્રણ મોટા પગરખા ના વેપારીને ત્યાં સર્ચ હાથ ધર્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ઇન્કમ ટેક્સ વિભાગે શનિવારે એમજી રોડના બીકે શૂઝ, ધકરાનના મંશુ ફૂટવેર અને હીંગ મંડીના હરમિલપ ટ્રેડર્સ સામે એકસાથે કાર્યવાહી કરી હતી. ગણતરી માટે બેંકોમાંથી નોટ ગણવાના મશીનો મંગાવવામાં આવ્યા છે. નોટોની ગણતરી રાત સુધી ચાલુ રહી હતી.
ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ શાખાએ આગ્રા, લખનૌ અને કાનપુરના તેના કર્મચારીઓ સાથે આ વેપારીઓના છ સ્થળોએ કાર્યવાહી કરી હતી. જેમાં એમજી રોડ સ્થિત બીકે શુઝની ઓફિસ અને સૂર્ય નગર ખાતેના ઘરની તલાશી લેવામાં આવી હતી. જૂતાનો વેપાર કરતા મંશુ ફૂટવેર અને બીકે શુઝના માલિકો સગા-સંબંધી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ બજારમાં મોટું નામ બની ગયા છે. હરમિલપ ટ્રેડર્સ જૂતાની સામગ્રીનો વેપાર કરે છે.
રોકાણ અને સોનાની ખરીદી અંગેની માહિતી મળી હતી અને ઇન્વેસ્ટિગેશન વિંગની 12થી વધુ ટીમોએ કાર્યવાહી કરી હતી. જમીનમાં જંગી રકમનું રોકાણ અને સોનાની ખરીદીની માહિતી પણ ઉદ્યોગપતિઓ પાસેથી મળી છે. ઇનર રીંગ રોડ પાસે ઉદ્યોગપતિઓએ ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. તેમની પાસેથી લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તેમની પાસેથી ડેટા લેવામાં આવ્યો છે. રસીદો અને બિલો સાથે સ્ટોક રજિસ્ટરની તપાસમાં પણ ઘણી બધી ચોંકાવનારી માહિતી મળી છે. આ બાબતે હજી પણ ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.