Home ગુજરાત મોરબી એસઓજીએ 8 ઈસમો પાસેથી 9 હથિયાર કબજે કર્યા; શંકાસ્પદ લાયસન્સ વાળા...

મોરબી એસઓજીએ 8 ઈસમો પાસેથી 9 હથિયાર કબજે કર્યા; શંકાસ્પદ લાયસન્સ વાળા હથિયારો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

39
0

(જી.એન.એસ) તા. 5

અમરેલી,

મોરબીમાંથી શંકાસ્પદ લાયસન્સવાળા હથિયારો મળી આવ્યા છે. મોરબી એસઓજીએ 8 ઈસમો પાસેથી 9 હથિયાર કબજે કર્યા છે. ઓલ ઈન્ડિયા પરમિટ મેળવેલા હથિયારો એજન્ટ થકી મગાવ્યા હોવાનો ખુલાસો થયો છે. મોરબીમાં શંકાસ્પદ લાયસન્સ વાળા હથિયારો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, મણિપુર અને નાગાલેન્ડથી ખરીદેલા હથિયારના શંકાસ્પદ લાયસન્સ અંગે કાર્યવાહી કરાઈ છે. એજન્ટો દ્વારા મણિપુર અને નાગાલેન્ડથી હથિયારો મગાવવામાં આવ્યા છે. SOGએ 2 પિસ્તોલ, 6 રિવોલ્વર, 1 બારબોર અને 251 અલગ અલગ કાર્ટીઝ જપ્ત કર્યા છે. મણિપુર અને નાગાલેન્ડથી હથિયારના પરવાના મેળવી હથિયાર ખરીદેલા હોય તે કબજે કરવામાં આવ્યા છે. SOGએ રોહિત ફાગલીયા, ઈસ્માઈલભાઈ કુંભાર, મુકેશ ડાંગર, પ્રકાશ ઉનાલીયા, પ્રવીણસિંહ ઝાલા, માવજીભાઈ બોરીયા અને શિરાજ ઉર્ફે દુખી પોપટીયાના હથિયાર કબજે કર્યા છે. SOGએ 8 લાખ 74 હજારના હથિયાર અને 57 હજારના કાર્ટીઝ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં નાગાલેન્ડ અને મણિપુરથી લાવેલા હથિયાર પ્રકરણમાં 17 જેટલા તત્વો સામે 2 એપ્રિલે સુરેન્દ્રનગર જિલ્લામાં આર્મ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મારમારી, હત્યા, ખનિજ ચોરી સાથે જોડાયેલા આવારા તત્વો પાસેથી 25 જેટલા હથિયાર જપ્ત કર્યા છે. પોલીસે 221 કારતૂસ, 17 લાયન્સ તેમજ 25 હથિયાર જપ્ત કરાયા છે. SOG ટીમ તપાસ માટે નાગાલેન્ડ અને મણિપુર પહોંચી છે. ખોટા પુરાવા ઉભા કરીને લાસન્સ લેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તમામ હથિયાર પરવાના રદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવારા તત્વોએ લોકસભાની તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ પોલીસ વિભાગ સમક્ષ હથિયારો જમા ન કરાવ્યા હતા. પોલીસની કાર્યવાહી બાદ ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.