Home ગુજરાત મોદી સામે પડેલા હિન્દુ શેર ત્રણ દિવસમાં ઢેર…..!

મોદી સામે પડેલા હિન્દુ શેર ત્રણ દિવસમાં ઢેર…..!

789
0
SHARE

એક સમયે જેમની સિંહ ગર્જનાથી કોમી તત્વો કાંપી ઉઠતા હતા અને હિન્દુ યુવાનો જેમની ત્રાડ સાંભળીને શેરીઓમાં નિકળી પડતાં હતા તે ડો. પ્રવિણ તોગડિયાએ સંગઠનના અભાવે માત્ર 3 જ દિવસમાં અચોક્કસ મુદતના ઉપવાસ સમેટી લેવા પડ્યા છે. મુઠ્ઠીભર લોકો સિવાય તેમને કોઇ ટેકો નહીં મળતાં છેવટે વધુ નાલેશી થાય તે પહેલાં સાધુ-સંતોની સમજાવટથી તેમણે આજે 19 એપ્રિલે સવારે પારણાં કરી નાંખ્યા હતા. તેમણે જો કે જાહેર કર્યું કે તેઓ હવે રામ મંદિર માટે બહાર નિકળીને પ્રચાર-પ્રસાર કરશે.તેઓ 17મી એપ્રિલે સવારે ઉપવાસ પર બેઠા હતા. પણ બીજા જ દિવસે તેમનું બીપી અને સૂગર વધી ગયું હતું.
જોકે પ્રવિણ તોગડિયા પોતે એક ડૉક્ટર હોઇ તે જાણતાં હતા કે  તેમને ડાયબિટિસ છે અને ઉપાવાસ કરવાની કેવી અસર થઈ શકે છતાં નરેન્દ્ર મોદી સાથે બદલો લેવા માટે તોગડિયાએ પોતાની સાથે બદલો લેવાની જાહેરાત કરી દીધી. આવુ પહેલી વખત થયુ નથી, ડૉ. પ્રવિણ તોગડિયા જે પાળી શકતા નથી તેવી જ વાતો કરતા આવ્યા છે. પછી તેમણે પોતાનું થુકેલુ ચાટવુ પડે છે.
ગુજરાતમાં ભાજપની સત્તા ઉથલાવી શંકરસિંહ વાઘેલાએ સત્તાના સુત્રો સંભાળ્યા ત્યારે જાહેરમાં બેફામ ઉચ્ચારણો કરતા ડૉ પ્રવિણ તોગડિયા સામે ગુનો નોંધાયો. ગુનો નોંધાયા પછી તેમણે બાળાસાહેબ ઠાકરેની સ્ટાઈલમાં કહ્યુ કે મને પોલીસે હાથ લગાડ્યો તો ગુજરાત ભડકે ભળશે. શંકરસિંહ રાજકારણમાં તેમના પિતા સમાન છે. તેમણે પોલીસને આદેશ આપ્યો કે પ્રવિણ તોગડિયાને ઉચકી જેલમાં નાખી દો. પોલીસે આદેશનો અમલ કર્યો, તોગડીયાની ધરપકડ બાદ ગુજરાત તો ઠીક ગુજરાતમાં એક સામાન્ય પાનનો ગલ્લો પણ સળગ્યો નહીં. પોલીસને ડૉ પ્રવિણ તોગડિયાને પકડ્યા પછી તેમણે ધમકી આપી કે હું જામીન લઈશ નહીં, સરકાર મારી ઉપર કેસ પાછો લેશે તો જ હું જેલમાંથી બહાર આવીશ.
પણ સાબરમતી જેલમાં ગયા પછી પ્રવિણ તોગડિયાને જેલમા મચ્છરો કરડ્યા ત્યારે જામીન નહીં લેવાની ટણી જતી રહી. એક જ અઠવાડિયામાં પ્રવિણ તોગડિયાએ જાતે જામીન અરજી કરી અને જામીન ઉપર જાતે જ છુટ્યા હતા. આમ આ કેસમાં પ્રવિણ તોગડિયા માનતા હતા કે હજારો લોકો તેમની પાછળ છે અને તેમની ધરપકડ બાદ રસ્તા ઉપર ઉતરી જશે પણ તેવુ થયુ નહીં અને સરકાર ડરીને કેસ પાછો ખેંચશે તો તેવુ પણ થયુ નહીં જાતે જ જામીન લઈ બહાર આવવુ પડ્યુ. હવે નરેન્દ્ર મોદી સાથે વાંધો પડ્યો છે, હવે તેમના ગામના ઘરનું નળીયુ ખસે તો પણ તેમને તેમા નરેન્દ્ર મોદીનો હાથ લાગે છે. સુરત જતા રસ્તા તેમને અકસ્માત નડ્યો તેમને લાગ્યુ કે નરેન્દ્ર મોદીએ જ ટ્રક ડ્રાઈવરને મારી નાખવાની સુચના આપી હશે.
રાજસ્થાનની કોર્ટે પ્રવિણ તોગડિયા સામે એક જુના કેસમાં વોરંટ કાઢ્યુ તો તેમાં પણ તોગડિયાને નરેન્દ્ર મોદી દેખાયા હતા, પણ હિમંતભેર એક હિન્દુ નેતાને શોભે તેમ રાજસ્થાનની કોર્ટ સામે હાજર થવાને બદલે પોતે ભાગી ગયા અને પોતાના મળતીયા મારફતે પોતાનું અપહરણ થયુ હોવાનું નાટક કર્યુ. ત્યાર બાદ બેભાન થઈ જવાનું અને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં આવી ગયા, ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ સામે આંખમાં આંસુ સાથે નરેન્દ્ર મોદી કેટલા પરેશાન કરે છે તેનો હિસાબ આપ્યો. નરેન્દ્ર મોદી સામે લડવુ હોય તો સામી છાતીએ લડવુ પડે, નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર કોથળામાં પાનશેરી મારતા રહ્યા. ડરપોક નેતાની પાછળ લાંબો સમય ટોળુ રહેતુ નથી.
વિશ્વ હિન્દુ પરિષદમાંથી ડૉ. તોગડિયાને કાઢી મુક્યા ત્યારે તેમણે પોતાનો સમય પુરો માની કોઈ નવા કામ તરફ વળી જવુ હતું, પણ મોદીએ કાઢી મુક્યા એટલે તેમને હિન્દુત્વ યાદ આવ્યુ. મેં તેમણે ઉપવાસ શરૂ કર્યા તેના પહેલા જ દિવસે લખ્યુ હતું કે તોગડિયાના ઉપવાસ લાંબા ચાલશે નહીં, કારણ તોગડિયાને ખબર હોવા છતાં તેમણે ઝેરના પારખા કર્યા. હવે તેમના નામને કારણે ટોળા આવતા નથી તેવી ખબર હોવા છતાં ઉપવાસ સ્થળે હજારો લોકો આવશે તેવુ માની લીધુ, પણ અઢી દિવસના ઉપવાસમાં એક હજાર માણસ પણ આવ્યા નહીં. તોગડિયાની તબિયત પણ સારી નથી ત્યારે તેમનાથી ઉપવાસ શક્ય જ ન્હોતા અને ઉપવાસ કરવા જ હતા તો મૃત્યુપર્યત ઉપવાસ કરવા હતા પણ તેવી હિમંત તેમની અંદર નથી તેમની જીવવાની જિજીવીશા તેમને મરવા દેશે નહીં તેવી તેમને ખબર છે.

Print Friendly, PDF & Email