Home દેશ - NATIONAL મેળામાં ચકડોળ તૂટ્યો અને આકાશમાંથી લોકો નીચે પટકાયા, કેટલાય થયાં લોહીલુહાણ

મેળામાં ચકડોળ તૂટ્યો અને આકાશમાંથી લોકો નીચે પટકાયા, કેટલાય થયાં લોહીલુહાણ

49
0

બિહારના હરિહર વિસ્તારના સોનપુર મેળામાંથી મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. મેળામાં ઝૂલો તૂટીને નીચે પડ્યો છે. આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કેટલાય લોકો ચકડોળના આનંદ લઈ રહ્યા હતા. આ દરમિયાન ચકડોળનો એક ભાગ તૂટી ગયો અને ઉપર ચડેલા લોકો અચાનક નીચે પડ્યા. જેના કારણે કેટલાય લોકોને ગંભીર ઈજા થઈ. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તો વળી પ્રશાસન તરફથી રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.

તાત્કાલિક ઘટના સ્થળ પર બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. જેનાથી બચાવ કાર્ય ઝડપી બને. જો કે, આ ઘટના કેવી રીતે બની, તેને લઈને કોઈ સત્તાવાર કારણ સામે આવ્યુ નથી. ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સૌથી મોટી સમસ્યા એ હતી કે, ઘટનાસ્થળ સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકતી નહોતી, તેથી લોકોએ ઉચકીને ઘાયલોને ત્યાં પહોંચ્યા હતા. ગત રોજ રવિવાર હોવાના કારણે લોકોની વધારે ભીડ થઈ ગઈ હતી. અહીં મોટી સંખ્યામાં લોકો ચકડોળ પર ચડતા હતા. ત્યારે આ દુર્ઘટના થઈ ગઈ. ચકડોળ ખૂબ ઊંચો હતો. ઘાયલોની સારવાર થઈ રહી છે. સાવધાનીના ભાગ રુપે હાલમાં મેળો બંધ કર્યો અને ચકડોળની તપાસ થઈ રહી છે.

આ દુર્ઘટના જેવી બની કે, ત્યાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલોને હોસ્પિટલે પહોંચાડ્યા. હોસ્પિટલમાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. સૂચના મળતા મેળામાં તૈનાત તમામ પોલીસકર્મી ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસે કહ્યું છે કે, આ દુર્ઘટનામાં જે લોકો સામેલ છે, તેમને છોડવામાં આવશે નહીં. પોલીસે કહ્યું કે, રવિવારના કારણે ભીડ વધારે હતી. તેથી આ દુર્ઘટના થઈ છે. જો કે, ચકડોળમાં આટલા લોકો ભરવા બાબતે તેમની સેફ્ટી અને અન્ય તપાસ થશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓડિશામાં માલગાડી પાટા પર ઉતરીને પ્લેટફોર્મ પર ચડી, બે મુસાફરોના મોત, કેટલાય ઘાયલ
Next articleમહિલાએ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પર બળાત્કારનો આરોપ લગાવ્યો, મહિલાએ FIR નોંધાવી