Home દેશ - NATIONAL મેઘાલય અને નાગાલેન્ડમાં 118 સીટ પર થશે મતદાન, 550 ઉમેદવારો ઉતર્યા છે...

મેઘાલય અને નાગાલેન્ડમાં 118 સીટ પર થશે મતદાન, 550 ઉમેદવારો ઉતર્યા છે મેદાને..

67
0

મેઘાલયમાં 59 વિધાનસભા સીટ પર મતદાન થશે. જેના માટે 3 હજાર 419 મતદાન કેન્દ્રો બનાવ્યા છે. તો વળી નાગાલેન્ડમાં પણ આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. નાગાલેન્ડમાં 59 સીટો પર મતદાન સવારે સાત કલાકથી શરુ થશે અને કડક સુરક્ષા વચ્ચે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે.

બંને રાજ્યોમાં મળીને કુલ 118 સીટ પર મતદાન થોડી વાર શરુ થઈ જશે. બંને રાજ્યોમાં મળીને કુલ 550થી વધારે ઉમેદવારો પોતાની નસીબ અજમાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, બે માર્ચ મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની મતગણતરી છે.

મેઘાલયમાં આ વખતે તમામ રાજકીય પાર્ટીઓ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. ભાજપે આ વખતે નેશનલ પીપુલ્સ પાર્ટી સાથે ગઠબંધન નથી કર્યું. મેઘાલયના પૂર્વ મંત્રી અને યૂનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એચડીઆર લિંગહોના નિધન બાદ સોહનગ વિધાનસભા સીટ પર મતદાન નહીં થાય. ભારતીય ચૂંટણી પંચે 2 માર્ચ સુધી બાંગ્લાદેશ સાથે મેઘાલયની આંતરરાષ્ટ્રીય સહરદને સીલ કરવાના આદેશ આપ્યા છે.

મેઘાલયના ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, મેઘાલયની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને આસામથી અડીને આવેલ સરહદી રાજ્યની બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે. તો વળી નાગાલેન્ડમાં મેઈન ટક્કર નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને ભાજપવાળા ગઠબંધન રાજ્યની પૂર્વ સત્તાધારી પાર્ટી નગા પીપુલ્સ ફ્રન્ટ સાથે છે. નાગાલેન્ડની 60 સીટોમાંથી 59 સીટ પર મતદાન થશે. કેમ કે અકુલુતો ચૂંટણી વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર કાજેતો કિનિમી બિનહરીફ જીતી ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનમાં હોસ્પિટલોમાં ઈન્જેક્શન અને દવાઓ પૂરી થતા મેડીકલ ઈમરજન્સી સર્જાઈ
Next articleપુલવામા અટેકના 10 દિવસ બાદ બીજો હુમલો કરવાના હતા પાકિસ્તાની આતંકી : પૂર્વ કમાંડર