Home ગુજરાત મૂંગા પશુની આટલી નિર્મમ હત્યા મનુષ્ય જાતિ માટે શરમજનક

મૂંગા પશુની આટલી નિર્મમ હત્યા મનુષ્ય જાતિ માટે શરમજનક

329
0
SHARE

(જી.એન.એસ., ભાવિની નાયક) તા.6
કુદરતના આટલા કહેર બાદ પણ મનુષ્ય એ તો જાણે ન સુધરવાનું પ્રણ લીધું છે. કેરળમાં કરવામાં આવેલી હાથણીની હત્યા એ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આ ઘટના મનુષ્ય જાતિ માટે શરમજનક છે. મૂંગા પશુની આટલી નિર્મમ હત્યા પછી શું કુદરત આપણને છોડી દે? એક સમય એવો હતો જ્યારે આપણા વડવાઓ કૂતરીને બચ્ચાં આવે ત્યારે શિરો બનાવીને ખવડાવે. અને આજે ?
કેરળના મલ્લવપુર ગામના લોકોએ એક હાથણીને વિસ્ફોટક પદાર્થ વાળું અનાનસ ખવડાવ્યું તેના મોંમાં વિસ્ફોટક પદાર્થ ફૂટતા તેનું મો સળગી ગયું, તેના દાંત તૂટી ગયા. ઘાયલ હાથણી એક તળાવમાં જઈને ઉભી રહી.અને તે જ તળાવમાં તેનું મોત નીપજ્યું.
આ ઘટનાની જાણકારી મોહન કૃષ્ણન નામના એક ફોરેસ્ટ ઓફિસરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા જણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર ઘાયલ હાથણી ગામમાં શાંતિથી ઉભી રહી હતી, જે ઘણી આફત સર્જી શકે તેમ હતી. પણ આપણી માંથી માણસાઈ ચાલી ગઈ અને તેનામાં આવી ગઈ. હાથણીને બહાર કાઢવા માટે ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા હાથીઓની પણ મદદ લેવામાં આવી પણ તે પ્રયત્ન સફળ ન રહ્યો. હાથણીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું કે તે ગર્ભવતી હતી.તેની સાથે તેના બચ્ચાનું પણ મૃત્યુ થયું.
થોડા વર્ષો પહેલા દિલ્હીના એક ઝુમાં સેલ્ફી લેવા જતો યુવક વાઘનો શિકાર બન્યો હતો. ત્યારે ઝુના અધિકારીઓએ વાઘ પર કેટલાય પરીક્ષણ કર્યા હતા.આજે આવા નિર્દય લોકોને શુ સજા થશે?
ભારત સરકારે પ્રાણીઓની સતામણી અને તેમના શિકાર પર મનાઈ ફરમાવનારો કાયદો 1972માં બનાવવામાં આવ્યો છે. જેના પ્રમાણે જેલ અને દંડની જોગવાઈ છે.આ ઉપરાંત જનવરોને ઝેર આપીને મારવા પર 2 વર્ષની જેલની જોગવાઈ છે.પણ ખરેખર આ સજા થાય છે ખરી? આ કૃત્ય કરનારને તો કોઈએ જોયા પણ નથી તો તેમને સજા કેમની થશે?હાથણીના અંતિમ સંસ્કાર ફોરેસ્ટ ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા.ત્યારે હાથીઓની આંખમાં આંસુ હતા.
આ ઘટના વિશે છેલ્લા બે ત્રણ દિવસમાં સોશિયલ મીડિયા પર બહુ ડાહી ડાહી પોસ્ટ્સ મુકવામાં આવે છે. જેમના દ્વારા આ હિંસક કૃત્ય કરવામાં આવ્યું છે એ પણ આપણી જેમ એક મનુષ્ય જ છે. જો આપણે કુદરત પર દયા નહિ રાખીએ તો કુદરત આપણા પર કેમ દયા રાખશે?

Print Friendly, PDF & Email