Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

26
0

બિહારમાં નવા-જૂની ના એંધાણ ..!?

(જી.એન.એસ) તા. 3

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણી 2024ના રિઝલ્ટ ના એક દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દેશની રાજધાની ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે આગામી સરકારની રચનાને લઈને ચર્ચા થઈ હતી.

મુખ્યમંત્રી નીતિશ કુમારની દિલ્હીમાં નેતાઓ સાથેની મુલાકાત બાદ બિહારના રાજકીય વર્તુળોમાં મોટી હલચલ જોવા મળી હતી. લોકો તમામ પ્રકારની અટકળો લગાવવા લાગ્યા છે કારણ કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે નીતીશ કુમારને એનડીએમાં મન નથી લાગતું. આવી સ્થિતિમાં પરિણામો પહેલા નીતિશ કુમાર દિલ્હી પહોંચતાની સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમ થઈ ગઈ હતી. જો કે, એક્ઝિટ પોલ ની વાત કરીએ તો ડેટા મુજબ દિલ્હીમાં ફરી એકવાર દેશની સત્તા નરેન્દ્ર મોદીના હાથમાં આવશે, અને ફરી એક વખત એનડીએ ની કેન્દ્રમાં સરકાર બનશે અને ઇન્ડી ગઠબંધન ને વિરોધ પક્ષમાંજ બેસવાનું રેહશે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતા.4 જૂનના રોજ યોજાશે દેશની લોકસભા સામાન્ય ચૂંટણી- 2024ની મતગણતરી
Next articleદૈનિક રાશિફળ (4/06/2024)