Home દેશ - NATIONAL મુંબઈ BMW હિટ એન્ડ રન કેસ: મુખ્ય આરોપી મિહિર શાહને સ્થાનિક અદાલતે...

મુંબઈ BMW હિટ એન્ડ રન કેસ: મુખ્ય આરોપી મિહિર શાહને સ્થાનિક અદાલતે 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો

43
0

(જી.એન.એસ) તા. 10

મુંબઈ,

મહારાષ્ટ્રની સ્થાનિક અદાલતે મુંબઈ BMW ગાડીથી હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહને 7 દિવસ એટલે કે 16 જુલાઈની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. શિવસેનાના નેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહની લગભગ 60 કલાક સુધી ચાલેલી રાજ્યવ્યાપી શોધ બાદ મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેને બુધવારે પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. મિહિર શાહ 72 કલાક બાદ પોલીસના હાથે ઝડપાયો છે. છેલ્લા ત્રણ દિવસથી તે પોલીસને ચકમો આપી રહ્યો હતો. આ દરમિયાન પોલીસની 12 ટીમ તેને શોધી રહી હતી. મિહિરના એક મિત્રએ તેનો મોબાઈલ સ્વીચ ઓન કર્યા બાદ પોલીસને તેનું લોકેશન જાણવા મળ્યું અને ધરપકડ શક્ય બની. આજે તેને કોર્ટે 16 જુલાઈની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જોકે, પોલીસે આ કેસમાં વધુમાં વધુ દિવસોની કસ્ટડી માંગી હતી. જણાવી દઇએ કે, મુંબઈ પોલીસને હિટ એન્ડ રન કેસમાં કોર્ટ દ્વારા 7 આરોપી મિહિર શાહની કસ્ટડી મળી છે. આ 7 દિવસમાં પોલીસને પડકાર હશે કે તેઓ મિહિરની કડક પૂછપરછ કરે અને તેની સામેના કેસને મજબૂત કરવાનો પ્રયાસ કરે. ત્રણ દિવસ પછી તેની ધરપકડ થયા બાદ હવે મિહિર તે રાત્રે દારૂ પીધો હોવાનું જાણવા મળે તેની કોઈ શક્યતા નથી.

આ પહેલા એકનાથ શિંદેની શિવસેનાએ તેમના પિતા રાજેશ શાહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. રાજેશ શાહના પુત્ર મિહિર શાહની પોલીસે મંગળવારે સાંજે ધરપકડ કરી હતી. તેના પર 3 દિવસ પહેલા કાવેરી નામની મહિલાને પોતાની કારથી ઉડાવી દેવાનો આરોપ છે. માહિતી એ પણ સામે આવી છે કે ઘટના સમયે મિહિર નશામાં હતો અને તેના મિત્રો સાથે આખી રાત એક બારમાં પાર્ટી કર્યા બાદ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. કાર ચલાવતી વખતે તેનો ડ્રાઈવર બાજુની સીટ પર બેઠો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના
Next articleયુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી