Home દેશ - NATIONAL મુંબઈના બોરીવલી ઈસ્ટમાં એક બહુમાળી ઈમારતમાં આગ; 1 નું મોત, 3 લોકો...

મુંબઈના બોરીવલી ઈસ્ટમાં એક બહુમાળી ઈમારતમાં આગ; 1 નું મોત, 3 લોકો ઘાયલ

26
0

(જી.એન.એસ) તા. 25

મુંબઈ,

મહારાષ્ટ્રના મુંબઈના બોરીવલી ઈસ્ટ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ નો બનાવ બન્યો હતો. આ આગના બનાવમાં ગૂંગળામણને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આગ એટલી બધી ભયંકર હતી કે તેના પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તાજેતરની માહિતી અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, બોરીવલી પૂર્વ વિસ્તારમાં મગાથાણે મેટ્રો સ્ટેશન પાસે કનકિયા સમર્પણ ટાવરમાં આગ લાગી હતી. આ ટાવર રહેણાંક હોવાનું કહેવાય છે. આગમાં ગૂંગળામણને કારણે મહેન્દ્ર શાહ નામના વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોના નામ રંજના રાજપૂત, શિવની રાજપૂત અને શોભા સાવલે છે. ફાયર વિભાગે આપેલી માહિતી મુજબ આગ માત્ર ઈલેક્ટ્રીકલ વાયરીંગ, ઈલેકટ્રીકલ વાયર વગેરે પુરતી સીમિત હતી. આ આગ કનકિયા સમર્પણ ટાવરના પહેલાથી છઠ્ઠા માળ સુધી જ પહોંચી શકી હતી. જ્યાં આગ લાગી તે જગ્યા 22 માળની હાઇરાઇઝ રહેણાંક ઇમારત છે. હાલ બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકો સુરક્ષિત છે. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ મહાનગરપાલિકાના પાણી વેરા પેટે 251 કરોડ રૂપિયાનું બિલ બાકી
Next articleયુટ્યુબર એલ્વિશ યાદવનો ફરી એક વાર વિવાદ