Home ગુજરાત માહિતી ખાતાને ‘ગુજરાત’ માટે RNIની નોટીસ…!, “અન્યનું તો એક વાંકું આપના અઢાર...

માહિતી ખાતાને ‘ગુજરાત’ માટે RNIની નોટીસ…!, “અન્યનું તો એક વાંકું આપના અઢાર છે….”

1784
0

RNIએ 12-04-2016એ આપી હતી નોટિસ, જેનો આજ સુધી કોઇ અમલ કરાયો નથી…..!, માહિતી ખાતાને ફટકાર્યો હતો 5500નો દંડ, 2004-05થી લઇને 2014-15 સુધીનો ગુજરાત મેગેઝીનનો વાર્ષિક અહેવાલ પણ RNIમાં રજુ નથી કરાયો…!, પીઆરબી એક્ટની કલમ-4 પ્રમાણે ટાઇટલની વિગતોની નકલ અને તાજા અંકની નકલ મોકલવાની તાકીદ કરી હોવા છતાં કોઇ જ્વાબ ન અપાયો…!

(જી.એન.એસ., હર્ષદ કામદાર), તા.22
રાજ્ય સરકારના એક મહત્વના વિભાગ માહિતી ખાતામાં પાનની પિચકારીઓ ગમે ત્યાં મારવાની કૂટેવની જેમ તેના કેટલાક અધિકારીઓએ આ કૂટેવને આગળ વધારીને દિવાળી અગાઉ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઇ રાજ્યના અનેક જિલ્લાઓમાં જઇને નાના અખબારોના માલિકોને તતડાવ્યાં કે તમારૂ છાપુ રેલ્વે સ્ટેશન કે એસટી બસ મથકે તો દેખાતુ નથી..! આવી વિઝીટ જિલ્લાઓની લેવાને બદલે જો એ અધિકારીઓએ દિલ્હી RNIની મુલાકાત લીધી હોત તો તેમને ખબર પડત કે માહિતી ખાતુ પેલા ઉંટની જેમ છે કે જેના 18 અંગ વાંકા છતાં બીજાને કહે છે કે તમે તો સાવ વાંકા જ છે…! માહિતી ખાતાએ RNIની નોટિસોનો અભ્યાસ કર્યો હોય તો તેમને જાણવા મળત તે RNI દ્વારા માહિતી ખાતાને 5500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટાઇટલમાં જુદા નામો અને ગુજરાત મેગેઝીનમાં તંત્રી સહિતના જુદા નામો. અને નાના છાપાવાળાઓને, પાણીમાંથી પોરા કાઢવાની જુની આદત પ્રમાણે દબડાવે છે.

જિલ્લાઓમાં વીઝીટ કરનારાઓ કેટલાક અધિકારીઓની કિંમત 1-1 કિલોના ખારી સિંગના પેકેટથી વધારે નથી એ પણ પૂરવાર થઇ ગયું છે. જેમને રેલવે સ્ટેશન અને એસટી બસ મથકે ટહેલવાની ટેવ હોય એવા અધિકારીઓને સરકારે ગુજરાત મેગેઝીન લઇને વેચવા માટે બેસાડવા જોઇએ.

સરકારની કામગીરીની માહિતી પ્રજા સુધી પહોંચાડવાનું કામ કરનાર માહિતી ખાતાની કામગીરી પર નજર રાખનારાઓ શોધી લાવ્યાં અને તેના પર જો નજર નાંખીએ તો માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત મેગેઝીનનું ટાઇટલ RNIમાં જે નોંધાયેલું છે તેમાં તંત્રી તરીકે હજુ કોઇ એમ.ડી. માંકડનું નામ છે. હાલમાં અંક બહાર પડ્યો તેમાં અને તે અગાઉના જે અંકો બહાર પડ્યા તેમાં તંત્રી તરીકે અશોક કાલરિયાનું નામ છે. તંત્રી બદલાય તો RNIને જાણ કરવાની એટલી માહિતી જો આ ખાતાના ઉંચા પગારદાર અધિકારીઓને ના હોય તો એમ કહી શકાય કે માહિતીમાં બધુ લોલમલોલ અને ભમભમમ ચાલે છે. RNIના ટાઇટલમાં પ્રિન્ટીંગ પ્રેસ તરીકે સરકારી ફોટો લીથો પ્રેસ લખેલું છે. 2018ના દિવાળી અંકમાં સાહિત્ય મુદ્રણાલય અને ગુજરાત ઓફસેટનું નામ છે. રેગ્યુલર અંકમાં પણ જુદા નામ લખાય છે.
ભારત સરકારના RNI દ્વારા 12-04-2016ના એક પત્રમાં માહિતી ખાતાને 5500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2004-05થી લઇને 2014-15 સુધીનો ગુજરાત મેગેઝીનનો વાર્ષિક અહેવાલ પણ માહિતી ખાતાએ RNIને મોકલેલ નથી. પ્રતિવર્ષ 500 લેખે 5500 તો દંડ ફટકાર્યો છે (જે આજે વધીને પ્રતિ વર્ષ 1000 પ્રમાણે ગણાય છે). એટલુ જ નહીં પીઆરબી એક્ટ હેઠળ માહિતી ખાતાએ RNIને જે અનિવાર્ય માહિતી એગ્રીમેન્ટ પ્રમાણે મોકલવી પડે તે પણ મોકલી નથી તેથી આ પત્રમાં તેનો પણ ઉલ્લેખ કરીને પીઆરબી એક્ટની કલમ-4 પ્રમાણે ટાઇટલની વિગતોની નકલ અને તાજા અંકની નકલ મોકલવાની તાકીદ કરી હતી. જ્યાં વાડ જ ચિભડાં ગળે ત્યાં કોને કહેવું. નાના અખબારોની ભૂલો કાઢીને જાહેરાત બંધ કરી દેવાની ચીમકી અને ધમકી આપતા કેટલાક અધિકારીઓએ સરકારી વાહનનો ઉપયોગ કરીને જિલ્લાઓની મુલાકાતોની સાથે RNIમાં પણ આંટો માર્યો હોત તો આ પત્રની જેમ માહિતીની ફજેતી ના થાત. નાના અખબારોની વગર કારણે કે કોઇ ચોક્કસ કારણે ભૂલો કાઢનારા કેટલાક અધિકારીઓએ RNIનો એ 12-04-2016નો પત્ર વાંચવા જેવો છે. પોતો RNIને 10-10 વર્ષ સુધી વાર્ષિક અહેવાલ માહિતી ખાતુ ગુજરાત મેગેઝીનનું મોકલતા નથી. સરકાર ખાતાને ભારત સરકાર 5500 રૂપિયાનો કાયદેસરનો દંડ ફટકારે છે ત્યારે નાના અખબારો પર જોર ચલાવતા એ અધિકારીઓએ ગાજવાને બદલે લાજવું જોઇએ. જિલ્લાઓમાં વીઝીટ કરનારાઓ કેટલાક અધિકારીઓની કિંમત 1-1 કિલોના ખારી સિંગના પેકેટથી વધારે નથી એ પણ પૂરવાર થઇ ગયું છે. જેમને રેલવે સ્ટેશન અને એસટી બસ મથકે ટહેલવાની ટેવ હોય એવા અધિકારીઓને સરકારે ગુજરાત મેગેઝીન લઇને વેચવા માટે બેસાડવા જોઇએ. જેથી સરકારને પણ ખબર પડે કે ગુજરાત મેગેઝીનામાં પ્રજાને કેટલો રસ છે…!
માહિતી ખાતાએ પહેલાં તો પોતાનું ઘર વ્ય્વસ્થિત કરવું જોઇએ. નાના અખબારો લોકશાહીમાં મોટુ કામ કરનારા અગત્યાના અને અસરકારક પરિબળ સમાન છે. ભોપાલમાં યુનિયન કાર્બાઇડની ફેક્ટરીમાં ઝેરી ગેસ ગળતર થશે તેનો સૌ પ્રથમ અહેવાલ ત્યાંના કોઇ મોટા અખબારે નહીં પણ તે વખતે ત્યાંના એક નાના સાપ્તાહિકે પ્રસિધ્ધ કરીને સરકારને ચેતાવી હતી. સરકાર ના ચેતી અને પરિણામ શું આવ્યું… નાના અખબારોને વગર કારણે હેરાન પરેશાન કરવાને બદલે તેમને જે સુવિધા સગવડો કે વિજ્ઞાપનના કોન્ટ્રાક્ટ રિન્યૂ વગેરે.ની પ્રક્રિયા કરવાની હોય તેમાં માહિતી ખાતુ સહયોગ આપે એવી એક લાગણી પ્રવર્તી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટરઃ અમિત શાહ અને ત્રણ આઇપીએસે રચ્યું હતું ષડયંત્ર..!?
Next articleપાટણ-બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ભ્રષ્ટારચારના ગાબડાં, સરકારના આંખ આડા કાન….!?