Home ગુજરાત ગાંધીનગર મહારાષ્ટ્રમાં ઝીકા વાઈરસના નોંધાયા કેસમાં વધારો નોંધાતા, ગુજરાતનું આરોગ્ય વિભાગ થયું એલર્ટ

મહારાષ્ટ્રમાં ઝીકા વાઈરસના નોંધાયા કેસમાં વધારો નોંધાતા, ગુજરાતનું આરોગ્ય વિભાગ થયું એલર્ટ

23
0

(જી.એન.એસ) તા. 6

મુંબઈ/ગાંધીનગર,

આપણા દેશમાં ઝીકા વાયરસે ફરી એક વાર માથું ઊંચક્યું છે, મહારાષ્ટ્રમાં બીમારી ઝીકા વાઈરસના પોઝિટિવ કેસમાં સામાન્ય વધારો નોંધાતા આસપાસેના રાજ્યોમાં એલર્ટની સ્થિતિ જોવા મળી. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે મુસાફરોની અવર-જવર વધુ રહેતી હોય છે આ બાબતને ધ્યાને રાખતા ગુજરાત સરકાર વધુ એલર્ટ બનતા આરોગ્ય વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી.

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઝીકા વાઈરસના 4 દર્દીઓ પોઝિટિવ આવ્યા. આ સાથે દેશના તમામ રાજ્યોમાં ઝીકા વાઈરસને લઈને એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત રાજ્યે પણ ઝીકા વાઈરસ ગંભીર બીમારી હોવાનું ધ્યાનમાં રાખતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું. અને રાજ્યના તમામ CDHO અને MOH સાથે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સ કરી મીટિંગ કરી. આ મીટિંગમાં બીમારીને લઈને કેવા પગલાં લેવા તેને લઈને ચર્ચા કરવામાં આવી. ઉપરાંત સામાન્ય નાગરિકો આ બીમારીના લક્ષણોથી માહિતગાર થાય તેને લઈને સૂચનો આપવામાં આવ્યા.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના પબ્લિક હેલ્થ વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલ માહિતી આપતા જણાવ્યું કે અગાઉ 2016માં ગુજરાતમાં ઝીકા વાઈરસનો કેસ નોંધાયો હતો. તેના બાદ અન્ય રાજ્યોમાં પણ વાઈરસ ફેલાયો હતો. આ વખતે મહારાષ્ટ્રમાં 4 પોઝીટીવ કેસ નોંધાતા આપણે પણ વધુ એલર્ટ થવું પડશે. આથી રાજ્યના તમામ હેલ્થ ઓફિસરોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતે ગત વર્ષની સરખામણીએ $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું, દેશમાં સૌથી વધુ
Next articleઆજ નું પંચાંગ (07/07/2024)