Home દેશ - NATIONAL મહારાષ્ટ્રમાં આઈએએસ દંપતીની 27 વર્ષની દીકરીએ 10મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું  

મહારાષ્ટ્રમાં આઈએએસ દંપતીની 27 વર્ષની દીકરીએ 10મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું  

37
0

(જી.એન.એસ) તા. 3

મુંબઈ,

મહારાષ્ટ્રના મુંબઈમાં એક આઘાતજનક ઘટના બનવા પામી હતી જેમાં એક સિનિયર આઈ એ એસ દંપતીની 27 વર્ષીય પુત્રીએ સોમવારે વહેલી સવારે મુંબઈમાં એક બહુમાળી ઈમારત પરથી કૂદીને જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના બાબતે મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર કેડરના આઈએએસ અધિકારીઓ રાધિકા અને વિકાસ રસ્તોગીની પુત્રી લિપી રસ્તોગી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદાની વિદ્યાર્થી લિપીએ સવારે લગભગ 4 વાગ્યે રાજ્ય સચિવાલયની નજીક એક બિલ્ડિંગના 10મા માળેથી છલાંગ લગાવી હતી. તેના રૂમમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. લિપી હરિયાણાના સોનીપતમાં કાયદાનો અભ્યાસ કરતી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર તે પરીક્ષાને લઈને ચિંતિત હતી. વિકાસ રસ્તોગી મહારાષ્ટ્રના શિક્ષણ વિભાગમાં મુખ્ય સચિવ છે, જ્યારે રાધિકા રસ્તોગી રાજ્યના ગૃહ વિભાગમાં મુખ્ય સચિવ છે. લિપીને તાત્કાલિક જીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેણીએ જણાવ્યું હતું કે તેના મૃત્યુ માટે કોઈને દોષી ઠેરવવો જોઈએ નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને આરોગ્ય સેવા સંસ્થાઓ સાથે બેઠકમાં નિયમનકારી પ્રોટોકોલ અને ફાયર-સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો
Next articleકેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને કેરળમાં બર્ડ ફ્લૂ વાયરસના પ્રકોપને રોકવા, અટકાવવા માટે એડવાઈઝરી જાહેર કરી