Home દેશ - NATIONAL મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા...

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા પેટાચૂંટણી માટે નોમિનેશન ભર્યું

25
0

(જી.એન.એસ) તા. 13

મુંબઈ,

એનસીપી નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા પેટાચૂંટણી મતે નોમિનેશન ફોર્મ ભર્યું છે. લોકસભા ચૂંટણી 2024 માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુનેત્રાને તેમની ભાભી સુપ્રિયા સુલેથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણીમાં તેમની હાર બાદ અજિત પવાર હવે તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પ્રફુલ પટેલના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં રાજ્યસભા સાંસદની બેઠક ખાલી પડી છે. પ્રફુલ્લ પટેલનો ચાર વર્ષનો કાર્યકાળ બાકી હતો, પરંતુ તેમણે રાજીનામું આપ્યું, કારણ કે તેઓ બીજી વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને હવે તેઓ 2030 સુધી રાજ્યસભાના સાંસદ રહેશે.

નોમિનેશન ફોર્મ ભર્યા બાદ સુનેત્રા પવારે કહ્યું હતું કે, અમારે 18 મી સુધી રાહ જોવી પડશે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર અને મહાયુતિ સહિતના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમણે પાર્ટી દ્વારા તેમના પર મૂકેલા વિશ્વાસ માટે કામ કરવું પડશે. છગન ભુજબળ અંગે તેમણે કહ્યું કે, કોઈ નારાજ નથી. સૌએ સાથે મળીને નિર્ણય લીધો અને આજે ખુદ છગન ભુજબળ પણ હાજર રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અજિત પવાર આ માટે તૈયાર નથી, તો તેમણે કહ્યું કે આ જનતાની માંગ છે. પવારે પોતે કહ્યું કે તમારે જ રાજ્યસભામાં જવું જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅભિનેત્રી શિલ્પા અને તેમના પતિ રાજ કુંદ્રાની તકલીફોમાં વધારો
Next articleપ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપશે અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે