Home દેશ - NATIONAL મહારાષ્ટ્રના ગડચિરોલીનો કુખ્યાત નક્સલવાદી નંગસુ તુમરેતી ઉર્ફે ગિરધરએ તેની પત્ની સાથે નાયબ...

મહારાષ્ટ્રના ગડચિરોલીનો કુખ્યાત નક્સલવાદી નંગસુ તુમરેતી ઉર્ફે ગિરધરએ તેની પત્ની સાથે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આત્મસમર્પણ કર્યું 

32
0

(જી.એન.એસ) તા. 23

મુંબઈ,

મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાનો કુખ્યાત નક્સલવાદી નંગસુ તુમરેતી ઉર્ફે ગિરધરએ તેની પત્ની સાથે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આત્મસમર્પણ કર્યું હતું. તેના નામે 170 થી વધુ કેસ નોંધાયેલા છે. તેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.

આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગિરધરની પત્ની સંગીતા તેનેદી ઉર્ફે લલિતા વિરુદ્ધ 17 કેસ નોંધાયેલા છે. તેના પર 16 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગિરધર 1996 માં એટાપલ્લી દલમમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ ગડચિરોલી જિલ્લામાં સંસ્થાની પ્રવૃત્તિઓના પ્રમુખ હતા. તેમણે વધુમાં કહ્યું કે ગિરધર વિરુદ્ધ 179 કેસ નોંધાયેલા છે. જેમાંથી 86 એન્કાઉન્ટર અને 15 અગ્નિદાહના છે. તેમની પત્ની સંગીતા વિરુદ્ધ 17 કેસ નોંધાયેલા છે. તેના પર 16 લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ અને પુનર્વસન યોજના હેઠળ ગિરધરને 15 લાખ રૂપિયા અને લલિતાને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 8.50 લાખ રૂપિયા મળશે.

આ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ગિરધરના શરણાગતિએ ગડચિરોલી જિલ્લામાં નક્સલ આંદોલનની કમર તોડી નાખી છે. તેમણે નક્સલવાદ સમસ્યાનો અંત લાવવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે ગડચિરોલી જિલ્લા પોલીસના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્ય પ્રદેશના ઈન્દોરમાં યુવા મોરચાના શહેર ઉપાધ્યક્ષ મોનુ કલ્યાણેની જાહેરમાં ગોળી મારીને હત્યા
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉત્તર ગુજરાત ને મોટી ભેટ; ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર 399 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ