Home અન્ય રાજ્ય મધ્ય પ્રદેશ સરકારે 1972 નો નિર્ણય બદલ્યો 

મધ્ય પ્રદેશ સરકારે 1972 નો નિર્ણય બદલ્યો 

26
0

(જી.એન.એસ) તા. 25

ભોપાલ/ઈન્દોર,

મધ્યપ્રદેશના ભોપાલમાં મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ડો. મોહન યાદવની આગેવાની વાળી સરકારે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે જેમાં, અત્યાર સુધી રાજ્ય સરકાર મંત્રીઓનો આવકવેરો વસૂલતી હતી, પરંતુ રાજ્યના મુખ્યમંત્રીના આ નિર્ણય બાદ હવે મંત્રીઓ પોતે જ આવકવેરો ભરશે. 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ દ્વારા તેમના રાજ્યમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સમગ્ર બાબત અંગે મુખ્યમંત્રી મોહન યાદવે બેઠક બાદ જણાવ્યું હતું કે, ‘હવે તમામ મંત્રીઓ પોતાનો આવકવેરો વહન કરશે અને સરકાર પર તેનો કોઈ બોજ રહેશે નહીં. વધુમાં તેમણે કહ્યું હતું કે – ‘અત્યાર સુધી 1972ના નિયમો અનુસાર મંત્રીઓ અને સંસદીય સચિવોનો પણ આવકવેરો ભરવાનો બોજ સરકાર પર હતો, પરંતુ હવે તમામ મંત્રીઓ જાતે જ આવકવેરો ભરશે’ આમ મધ્યપ્રદેશની સરકારે 1972 થી ચાલતી આ પ્રથાને બંધ કરી છે. હવે સરકાર ઉપરથી થોડો ભાર ચોક્કસપણે ઓછો થયો છે. મધ્યપ્રદેશની સરકારે 1972 થી ચાલતી આ પ્રથાને બંધ કરતા હવે ચોક્કસપણે સરકારી ખાતામાં બચત થશે. દર વર્ષે સરકાર દ્વારા મુખ્યમંત્રી અને મંત્રીઓના આવકવેરા ભરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. રાજ્ય સરકારે વર્ષ 2023 થી 2024 માટે મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ સહિત 35 જનપ્રતિનિધિઓનો 79 લાખ રૂપિયાથી વધુનો આવકવેરો જમા કરાવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે મંત્રીઓના આવકવેરા પેટે લગભગ 3.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે, રાજ્યની પ્રગતિને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમકાઈના પાકમાં રોગ જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવાના પગલાં
Next articleનિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!