Home અન્ય રાજ્ય મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પોલીસે ટેન્કરમાં છુપાવેલ 51 લાખથી વધુનો ગેરકાયદેસર અંગ્રેજી દારુ...

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પોલીસે ટેન્કરમાં છુપાવેલ 51 લાખથી વધુનો ગેરકાયદેસર અંગ્રેજી દારુ જપ્ત કર્યો

32
0

(જી.એન.એસ) તા. 3

ગ્વાલિયર,

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પોલીસે ગેરકાયદેસર દારુ જપ્ત કર્યા બાદ તેની પકડાયેલ વિરુદ્ધ એક મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્વાલિયર એસપી ધર્મવીર સિંહે આ ઘટના બાબતે જણાવ્યું કે, પોલીસને એક મોટા ઓપરેશન ને અંજામ આપવામાં સફળતા મળી છે. ગુપ્તચરની સૂચના મળી હતી કે ટેન્કરમાં મોટી માત્રામાં અંગ્રેજી દારુનું સ્મલિંગ થઈ રહ્યું છે, તે બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી, ટેન્કરને રોકવામાં આવ્યું અને તપાસ કરતાં જોયું તો તે સલ્ફ્યૂરિક ટેન્કર લાગતું હતું પરંતુ ટેન્કરનું જ્યારે ઢાંકણું ખોલવામાં આવ્યું તો તેમાં મોટી માત્રામાં અંગ્રેજી દારુની પેટીઓ મળી આવી હતી અને પોલીસ દ્વારા લગભગ 702 પેટીઓ જપ્ત કરવામાં આવી છે, જેની અનુમાનિત કિંમત લગભગ 52 લાખ રૂપિયા છે.

ગ્વાલિયર એસપી ધર્મવીર સિંહે વધુમાં કયું હતું કે, આ ઘટના બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, ટેન્કરનો માલિક રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે. મનીષ નામના વ્યક્તિએ સીકરમાં ટેન્કરને હેંડઓવર કર્યું હતું. તેને નાગપુરથી લઈ જઈ રહ્યા હતા. રિમાન્ડ બાદ જાણવા મળ્યું કે, મનીષ નામનો વ્યક્તિ કોણ છે અને કેવી રીતે આ રેકેટ સાથે જોડાયેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં એક તૃતીયાંશ મહિલા અનામત લાગુ કરવાનો આદેશ આપતી સુપ્રીમ કોર્ટ
Next articleદેશના અમુક રાજ્યમાં ઠંડી, વરસાદ તો અમુક રાજ્યોમાં હિટવેવ, ઓરેન્જ એલર્ટ