Home ગુજરાત મંદીની અસરે લોકોનું ટેન્શન વધી ગયું….! મંદી દૂર કરવા કેન્દ્ર સરકાર ક્યારે...

મંદીની અસરે લોકોનું ટેન્શન વધી ગયું….! મંદી દૂર કરવા કેન્દ્ર સરકાર ક્યારે એકશનમા આવશે…?

373
0
SHARE

(જીએનએસ:હર્ષદ કામદાર)
દેશભરમાં મંદી એટલી ભયાવહ બની રહી છે કે લોકો વિચારતા થઇ ગયા છે.. કે આપણે કમાણી નું ભવિષ્ય શું…? ધંધા-રોજગારનું શું થશે…? રુપિયા ક્યાંથી આવશે…? આવા વિચારો દેશના સામાન્ય વર્ગના ગરીબ,મજૂર, મધ્યમ વર્ગના લોકોને આવે છે…. કારણ મંદીની દેશભરમાં અસર થઈ છે અને આવા સમયમાં એક માઠા સમાચાર છે કે બેંક ઓફ ઇન્ડિયાએ ડિપોઝિટ ના વ્યાજ દરો અને લેન્ડિંગ રેટમાં ઘટાડો કર્યો છે…તો બીજા સમાચાર એવા છે કે વાહનોનું વેચાણ ઘટતા અંદાજે 12 લાખ જેટલા કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા…. તો એસ્ટેટમા ખરીદારો નહીં મળતા નવનિર્મિત થતાં બિલ્ડિંગોના કામ બંધ કરી દેતા હજારો કડિયા અને મજૂરો રખડી પડયા છે….!? જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ પણ મંદીની ઝપટમાં આવી જતા વિવિધ પ્રકારના ટેક્સટાઇલ એકમોને તાળા લાગી ગયા છે અને જે ચાલે છે તે કાચબા ગતિએ ચાલી રહ્યા છે… . એ જ હાલત હીરા બજાર ની થઇ છે પરિણામે હજારો લોકોએ રોજગારી ગુમાવી છે…. અને અન્ય કામ ન મળતા મોટાભાગનાઓએ પોતાના વતનની વાટ પકડી લીધી છે…..!! દેશના મોટા શહેરોમાં રોકડની તીવ્ર તંગી ઉભી થઇ છે….! મોટા ધંધાર્થીઓ પાસે રોકડ- કેશ નથી જેથી થાગડ થીબડ કરી ગમ્મે તેમ કરીને ગાડી ચલાવે છે… તો નાના-મોટા વ્યવસાયના વેપાર ઘટી ગયા છે… ખરીદનાર મળતા નથી કે આવતા નથી. મતલબ કે જમીની સ્તરના રોજગાર ધંધા ઉપર પણ મંદીની મોટી અસર પડી છે જેમા આજના સમયમાં દરેક ક્ષેત્રના ધંધા-રોજગાર આવી ગયા છે…!
લોકોને આ મંદીને સરકાર કેવી રીતે નાથશે કે પહોચી વળશે એજ સમજાતું નથી. સરકાર મોંઘવારી નાથવા કે લોકોને રોજગાર મળી રહે તે માટે શું પગલાં રહી છે તે પણ સમજાતું નથી…! ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોટા ભાગે રોકડ-કેશનુ વધારે જરૂર પડે છે કારણ કેટલાંક કામો એવાં હોય છે કે જેમાં રોજેરોજ રોકડ ચુકવવું પડે છે.કારણ આવા કામદારો એન્ડ્રોઈડ ફોન વાપરતા નથી એટલે મોબાઈલ દ્વારા પેમેન્ટ કરી શકાતું નથી. લોકો પાસે પૈસા આવે તો બાકી ચુકવતા નથી કે ખોટા ખર્ચાઓ કરતા નથી અને પૈસા પોતાની પાસે રાખે છે જેનું કારણ દેશમાં અનિશ્ચિતતાની સ્થિતિ ઉભી થઇ તે છે. પરિણામ આવી મંદીની અસર લોકોના દિમાગ પર- મન પર સવાર થઈ ગઈ છે તેમજ હેલ્થ ઉપર પણ અસર થઈ છે…! અગાઉ નોકરિયાતોને નિયમિત દર મહિને પગાર મળી જતો હતો અને ઓછા પગાર કે આવક અનુસાર કરકસરથી રહેતા હતા. પરંતુ અત્યારે પગારની અનિયમિતતા કે ઓછા દિવસો કામ મળે છે જેથી પૈસા ઓછા મળતા થયા છે તેની અસર પણ માર્કેટમાં થવા પામી છે. જોકે આ બધામાં જેઓ સરકારી કે થઈ જ નથી એમ કહેવું ખોટું ના કહી શકાય…..!
દેશભરમાં મંદીની ભારે અસર વ્યાપી ગઇ છે પરંતુ કેન્દ્ર સરકાર નું રૂવાડુ ફરકતું નથી તેવું લોકોને લાગી રહ્યું છે….! કેન્દ્ર સરકાર કાશ્મીર, 370, આતંકવાદીઓની ઘૂસણખોરી, અને પાકિસ્તાન જેવા મુદ્દાઓને વિશેષ રીતે લગાવી રહી છે તેમજ તેનો પ્રચાર-પ્રસાર પણ ભરપૂર રીતે થઈ રહ્યો છે….! પરંતુ કોઈ મોંઘવારી કે મંદીની વાત કરતું નથી. પછી તે ભાજપા હોય કે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષના નેતાઓ… ચૂંટણી આવતા વિવિધ પ્રકારના પ્રચારાત્મક પડઘમ પાડે છે અને ચૂંટણીઓ પુરી થતાજ બધું ભુલાઈ જાય છે અને સત્તામા આવતાજ અન્ય મુદ્દા તરફ લોકોને ખેંચી જાય છે અને ગુમરાહ કરે છે….! ત્યારે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે અવાજ ઉઠાવવો પડશે નહિ તો ભવિષ્યે આનાં પરિણામો બેહદ દુખદ આવશે તેમા કોઇ મીનમેખ નથી….!?

Print Friendly, PDF & Email