Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી મંદિરોમાં દાન માટે ડિજિટલનો વિકલ્પનો શખ્સે બરાબર ફાયદો ઉઠાવ્યો પણ એક ભૂલે...

મંદિરોમાં દાન માટે ડિજિટલનો વિકલ્પનો શખ્સે બરાબર ફાયદો ઉઠાવ્યો પણ એક ભૂલે પોલીસના હાથે ઝડપાઈ ગયો

15
0

(જી.એન.એસ),તા.17

નવી દિલ્હી,

ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે ચીજોને જેટલી સરળ કરી છે, લગભગ એટલા જ સાઈબર ક્રાઈમના કેસ સામે આવી રહ્યા છે. હવે તો લોકો મંદિરોને બક્ષી રહ્યા નથી. એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે જેણે સાંભળીને તમે હસી રોકી નહીં શકો. એક ગ્રેજ્યુએટ શખ્સે મંદિરની દાનપેટી પર પોતાનો ક્યૂઆર કોડ ચોંટાડી દીધો. ત્યારબાદ તેના ખાતામાં ખટાખટ ખટાખટ પૈસા આવવા લાગ્યા. એટલા રૂપિયા આવી ગયા કે લોકોને એટલા રૂપિયા કમાવવામાં આખી જિંદગી પણ ઓછી પડે. પરંતુ આખરે તે શખ્સ પકડાઈ ગયો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો. આખી ઘટના ચીનનના એક બૌદ્ધ મંદિરમાં બની છે, જેની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. જોકે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર ઘટના ચીનના બાઓજી શહેરની છે, જ્યાં સ્થિત એક બોદ્ધ ફામેન મંદિરમાં તે સીસીટીવીમાં કેદ થઈ ગયો. મંદિરના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ ક્લિપમાં જોઈ શકાય છે કે અન્ય લોકોની સાથે તે શખ્સ બુદ્ધની મૂર્તિની સામે ઘૂંટણ ટેકવીને ઉભો રહે છે, જે દાનપેટીની પાસે હતો. પછી તેણે પોતાનો ક્યૂઆર કોડવાળો કાગળને મંદિરના ક્યૂઆર કોડ ઉપર દાનપેટી પર ચોંટાડી દીધો.

ત્યારબાદ આ શખ્સે હાથ જોડીને બુદ્ધને ત્રણ વખત પ્રણામ કર્યું અને ત્યાંથી નીકળી ગયો. પછી તેના ખાતામાં પૈસા આવવા લાગ્યા. બીજી બાજુ મંદિર પ્રશાસનને રૂપિયાને લઈને શંકા ગઈ તો તપાસમાં તે શખ્સની પોલ ખૂલી ગઈ. સીસીટીવીના આધારે તે શખ્સની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસે તેણે પકડ્યો તો ગુનો કબૂલ્યો અને કહ્યું કે અન્ય પ્રાંતોના અન્ય બૌદ્ધ સંસ્થાનોમાં ચોરી કરવા માટે આ જ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે તેણે જે પણ રૂપિયા ચોરી કર્યા હતા, તે બધા પાછા આપી દીધા છે. બાદમાં એવું જાણવા મળ્યું કે આરોપી શખ્સ ચીનની એક ટોપ યૂનિવર્સિટીમાંથી લોની ડિગ્રી મેળવી ચૂક્યોછે. તેણે ઘણા પ્રાંતોના બૌદ્ધ મંદિરોમાંથી દાનના પૈસા ચોરી કર્યા હતા. તેણે દાન માટે રાખવામાં આવેલો ક્યૂઆર કોડને બદલીને પોતાનો ક્યૂઆર કોડ લગાવીને ઘટનાને અંજામ આપ્યો છે. જોકે પોલીસે અત્યાર સુધી આ વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. તપાસ  બાદ તણે પોલીસની સામે એ પણ કબૂલ કરી લીધું કે તેણે આ વર્ષે દક્ષિણ પશ્ચિમી પ્રાંતો સિક્ચુઆન અને ચોંગાકિંગ અને ઉત્તર-પશ્ચિમી પ્રાંત શાનક્સીના મંદિરોમાંથી 30,000 યુઆન (લગભગ 4,200 અમેરિકી ડોલર)થી વધારે પૈસા ચોર્યા છે. જો ભારતીય રૂપિયામાં તેની કિંમત આંકવામાં આવે તો સાઢા ત્રણ કે ચાર લાખ રૂપિયાની રકમ બરાબર થાય છે. જોકે હાલ આ શખ્સ પોલીસની કસ્ટડીમાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા
Next articleરાખડીના દોરાનું મહત્વ અકબંધ છે, પોસ્ટ ઓફિસથી દેશ તેમજ વિદેશમાં રહેતા ભાઈઓને રાખડીઓ મોકલી રહી છે બહેનો