(GNS),21
આજે એટલે કે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. આજે 21 જૂન બુધવારના રોજ, દેશના વિવિધ રાજ્યોમાં યોગ દિવસને લઈને અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે.કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજની ભાગદોડભરી જિંદગી અને તણાવમાં તન અને મનને સ્વસ્થ રાખવાનો એકમાત્ર ઉપાય એટલે યોગ છે.
ફરીદાબાદની ESIC હોસ્પિટલમાં યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભાગ લીધો હતો અને લોકોની સાથે યોગાસન કર્યા હતા. આ તકે ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે યોગ મનના અનુશાસન માટે છે. યોગનો અર્થ જ છે અનુશાસન. કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે હાલમાં જીનીવામાં 111મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદમાં પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું.