Home દેશ - NATIONAL ભારત સરકાર દ્વારા ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી દેવામાં આવી

ભારત સરકાર દ્વારા ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી દેવામાં આવી

38
0

નોકરીની રાહ જોઈને બેઠેલાં લોકો માટે છે સારા સમાચાર. ભારત સરકાર દ્વારા ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે. જેને કારણે લાખો લોકોને નોકરીઓની તક મળશે. PM મોદીના નેતૃત્વમાં 4 જાન્યુઆરીના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તેમણે માહિતી આપી હતી કે ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે. દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 60-100 ગીગાવોટની ક્ષમતાનું ઈલેક્ટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવશે.

ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે 19,744 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ મિશનથી 8 લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને તેના દ્વારા 6 લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ માટે 382 મેગાવોટ સુન્ની ડેમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 2,614 કરોડનો ખર્ચ થશે. તે સતલજ નદી પર બનાવવામાં આવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખંભાળિયાની જુના કપડાની બલેચિયા બજારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ
Next articleWHOએ દુનિયાને રાહત આપતા કહ્યું, “ચીનના કોવિડ ડેટામાં કોઈ નવો વેરિએન્ટ જોવા મળ્યો નહીં”