Home દુનિયા - WORLD ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હવે માલદીવના દ્વીપસમૂહ રાષ્ટ્રને...

ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હવે માલદીવના દ્વીપસમૂહ રાષ્ટ્રને દેવાની રાહત આપવા વિનંતી કરી

91
0

(જી.એન.એસ),તા.૨૩

માલદીવ,

ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હવે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી, ચીન તરફી માલદીવિયન નેતા મુઈજ્જુએ ભારત પ્રત્યે કડક વલણ અપનાવ્યું હતું અને માંગ કરી હતી કે ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મ ચલાવતા ભારતીય સૈન્ય કર્મચારીઓને 10 મે સુધીમાં તેમના દેશ પાછા મોકલવામાં આવે. પરંતુ હવે નરમ વલણ અપનાવતા, મુઈજ્જુએ જણાવ્યું હતું કે ભારત તેમના દેશનો નજીકનો સાથી રહેશે અને નવી દિલ્હીને વિનંતી કરી છે કે તે માલદીવના દ્વીપસમૂહ રાષ્ટ્રને દેવાથી રાહત આપેનું જણાવ્યું છે. ગયા વર્ષના અંત સુધીમાં, માલદીવ પર ભારતનું આશરે 409 મિલિયન યુએસ ડોલરનું દેવું હતું. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી ગુરુવારે સ્થાનિક મીડિયા સાથેની તેમની પ્રથમ મુલાકાતમાં, મુઈજ્જુ જણાવ્યું હતું કે ભારતે માલદીવને સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને સૌથી વધુ પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. માલદીવ એક ન્યૂઝ પોર્ટલના સમાચાર અનુસાર, મુઈજ્જુ કહ્યું કે ભારત માલદીવનું નજીકનું સાથી રહેશે અને તેમાં કોઈ શંકા નથી.

ભારત છેલ્લા કેટલાક વર્ષોથી માલદીવના લોકોને બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ દ્વારા માનવતાવાદી અને તબીબી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. મુઈજ્જુએ ભારતને સરકારો દ્વારા લેવામાં આવેલી મોટી લોનની ચુકવણીમાં માલદીવ માટે દેવા રાહતના પગલાંનો સમાવેશ કરવા વિનંતી કરી. ભારત પ્રત્યે મુઈજ્જુની આ સકારાત્મક ટિપ્પણીઓ માલદીવમાં એપ્રિલના મધ્યમાં યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા આવી છે. તેમણે કહ્યું કે, તેઓ હાલમાં માલદીવની આર્થિક ક્ષમતાઓ અનુસાર લોન ચૂકવવાના વિકલ્પો શોધવા માટે ભારત સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે. ડિસેમ્બર 2023માં દુબઈમાં COP28 સમિટ દરમિયાન દુબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની ચર્ચાનો ઉલ્લેખ કરતા મુઈજ્જુએ કહ્યું, મેં અમારી મીટિંગ દરમિયાન વડાપ્રધાન મોદીને પણ કહ્યું હતું કે મારો કોઈ પ્રોજેક્ટ રોકવાનો ઈરાદો નથી. તેના બદલે, મેં તેમને ઝડપી બનાવવાની મારી ઇચ્છા વ્યક્ત કરી. ભારતીય સૈન્ય કર્મચારીઓ વિશેના પ્રશ્નના જવાબમાં મુઈજ્જુએ માલદીવમાં ભારતીય સૈન્યની હાજરીને લઈને ભારત સાથેના વિવાદનો આ એકમાત્ર મામલો ગણાવ્યો અને કહ્યું કે ભારતે પણ આ હકીકત સ્વીકારી છે અને સૈન્ય કર્મચારીઓને પાછા બોલાવવા માટે સંમતિ આપી છે. તેમણે કહ્યું કે, એક દેશથી બીજા દેશને આપવામાં આવતી મદદને નકારવી અથવા તેની અવગણના કરવી યોગ્ય નથી. તેમણે દાવો કર્યો હતો કે તેમણે એવું કોઈ પગલું ભર્યું નથી કે એવું કોઈ નિવેદન આપ્યું નથી જેનાથી બંને દેશોના સંબંધોમાં તણાવ ઊભો થાય. મુઇઝુએ કહ્યું કે તેમની સરકારે માલદીવમાં ભારતીય સેનાના મુદ્દાને ઉકેલવા માટે ચર્ચા દ્વારા સમજદાર ઉકેલ શોધવાનું કામ કર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવીસ વર્ષથી ફરાર ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી મુંબઈ લવાયો
Next articleભૂતાનમાં PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું