Home દેશ - NATIONAL ભારતીય સૈન્યની ટુકડી સંયુક્ત સૈન્ય કવાયત “કવાયત લમિતીયે – 2024” માટે સેશેલ્સ...

ભારતીય સૈન્યની ટુકડી સંયુક્ત સૈન્ય કવાયત “કવાયત લમિતીયે – 2024” માટે સેશેલ્સ જવા રવાના

31
0

(જી.એન.એસ),તા.૧૭

સેશેલ્સ,

ભારતીય સેના અને સેશેલ્સ સંરક્ષણ દળો (એસડીએફ) વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત “એલએમઆઈટીઆઈવાયઈ-2024″ની દસમી આવૃત્તિમાં ભાગ લેવા માટે ભારતીય સૈન્યની ટુકડી આજે સેશેલ્સ જવા રવાના થઈ હતી. આ સંયુક્ત કવાયત 18થી 27 માર્ચ, 2024 સુધી સેશેલ્સમાં હાથ ધરવામાં આવશે. ક્રેઓલ ભાષામાં ‘લેમિટીવાય’ અર્થાત્ ‘ફ્રેન્ડશિપ’ એ દ્વિવાર્ષિક તાલીમ કાર્યક્રમ છે અને 2001થી સેશેલ્સમાં તેનું આયોજન કરવામાં આવે છે. આ કવાયતમાં ભારતીય સેનાની ગોરખા રાઇફલ્સ અને સેશેલ્સ ડિફેન્સ ફોર્સિસ (એસડીએફ)ના 45-45 જવાનો ભાગ લેશે.

આ કવાયતનો ઉદ્દેશ્ય શાંતિ જાળવણી કામગીરીઓ પર સંયુક્ત રાષ્ટ્રનાં ચાર્ટરનાં સાતમા પ્રકરણ હેઠળ અર્ધ-શહેરી વાતાવરણમાં પેટા-પરંપરાગત કામગીરીમાં આંતરવ્યવહારિકતા વધારવાનો છે. આ કવાયત શાંતિ જાળવવાની કામગીરીઓ દરમિયાન બંને પક્ષો વચ્ચે સહકાર અને આંતરવ્યવહારિકતામાં વધારો કરશે. આ કવાયત બંને સેનાઓ વચ્ચે કૌશલ્ય, અનુભવો અને સારી પદ્ધતિઓના આદાનપ્રદાન ઉપરાંત દ્વિપક્ષીય સૈન્ય સંબંધોનું નિર્માણ અને પ્રોત્સાહન પણ આપશે.

બંને પક્ષો નવી પેઢીના ઉપકરણો અને ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રદર્શન કરતી વખતે, અર્ધ-શહેરી વાતાવરણમાં સામનો કરી શકાય તેવા સંભવિત જોખમોને તટસ્થ કરવા માટે સુવિકસિત વ્યૂહાત્મક કવાયતોની એક શૃંખલાને સંયુક્તપણે તાલીમ, આયોજન અને અમલ કરશે. 10 દિવસ સુધી ચાલનારી આ સંયુક્ત કવાયતમાં ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ, લડાયક ચર્ચાઓ, વ્યાખ્યાનો અને નિદર્શન સામેલ છે, જે બે દિવસની માન્યતા કવાયત સાથે પૂર્ણ થાય છે.

આ કવાયત પારસ્પરિક સમજણ વિકસાવવામાં અને બંને સેનાઓનાં સૈનિકો વચ્ચે સંયુક્તતાને વધારવામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરશે. આ કવાયત સહયોગી ભાગીદારીને પણ પ્રોત્સાહન આપશે અને બંને પક્ષો વચ્ચે શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવામાં મદદ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએડમિરલ આર.એલ. પરેરા, પીવીએસએમ, એવીએસએમ (1923-1993)ની શતાબ્દી ઉજવણી
Next articleદૈનિક રાશિફળ (તા.૧૯-૦૩-૨૦૨૪)