Home દેશ - NATIONAL ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડા સાથે લાલ નિશાનમાં શરૂઆત

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડા સાથે લાલ નિશાનમાં શરૂઆત

40
0

ગિફ્ટ નિફ્ટી 22100ની નજીક ફ્લેટ ટ્રેડ પર દેખાયો

(જી.એન.એસ),તા.૨૭

મુંબઈ,

આજે મંગળવારે શેરબજાર ની લાલ નિશાનમાં શરૂઆત કરી છે. બજારના મુખ્ય સૂચકાંકો થોડા ઘટાડા સાથે ફ્લેટ ખુલ્યા છે. નબળા વૈશ્વિક સંકેતોની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. ગિફ્ટ નિફ્ટી પણ 22100ની નજીક ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે, જોકે, ગઈકાલે નિફ્ટી લગભગ 91 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો પરંતુ તે 125 પોઈન્ટની રેન્જમાં કામ કરતો જોવા મળ્યો હતો. આ પહેલા સોમવારે સેન્સેક્સ 352 પોઈન્ટ ઘટીને 72,790 પર બંધ થયો હતો. ગઈકાલે એટલે કે સોમવારે સપ્તાહના પ્રથમ સત્ર દરમિયાન બજારમાં વ્યાપક વેપાર જોવા મળ્યો હતો. ગઈકાલે જે શેરોમાં ઘટાડો થયો હતો તેમાં ઈન્ફોસિસ, TCS અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા દિગ્ગ્જ શેરોનો સમાવેશ થાય છે. જો કે આ યાદીમાં એશિયન પેઈન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જકાર્તા MRT તરફથી ઓર્ડર મળ્યા બાદ L&Tમાં વધારો જોવા મળ્યો હતો.

અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ અને S&P 500 ઈન્ડેક્સ ગઈ કાલે રેકોર્ડ સ્તરની નીચે બંધ થયા હતા. નાસ્ડેક, ટેક શેરોના ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. હવે અહીં રોકાણકારો ટકાઉ માલસામાન, આવાસ અને ગ્રાહકોના વિશ્વાસના ડેટા પર નજર રાખશે. આ સિવાય ઘણી કંપનીઓના પરિણામ જાહેર થવાના બાકી છે. એશિયાના બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ લાભ સાથે પર્ફોર્મ કરી રહ્યો છે. તે જ સમયે, ચીન અને દક્ષિણ કોરિયાના બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. નિક્કી ઇન્ડેક્સ 0.33% ના વધારા સાથે કામ કરી રહ્યો છે જ્યારે કોસ્પીમાં 0.15%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સપ્તાહના પ્રથમ સત્રમાં સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી હતી. જો કે, આ આંકડા ઘણા ઓછા છે. FIIએ ગઈ કાલે કેશ માર્કેટમાં ₹285.15 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે, ડીઆઈઆઈએ ગઈકાલે કેશ માર્કેટમાં ₹5.33 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

ભારતીય શેરબજારમાં શરૂઆતની બેલ વખતે (૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪)

સેન્સેક્સ        : 72,723.53 −૬૬.૬૦ (૦.૦૯૧%)

ગીફ્ટ નિફ્ટી    : 22,090.20 −૩૧.૮૫ (૦.૧૪%)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈન્દોરમાં પેટીએમના ફિલ્ડ મેનેજરે ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી
Next articleઅમરસિંગ ચમકીલાના જીવન આધારિત ફિલ્મ ‘ચમકીલા’ 12 એપ્રિલે રિલીઝ થશે