Home દેશ - NATIONAL ભારતીય શેરબજારની લાલ નિશાન નીચે શરૂઆત બાદ તેજી

ભારતીય શેરબજારની લાલ નિશાન નીચે શરૂઆત બાદ તેજી

25
0

સેન્સેક્સ 70900, નિફ્ટી 21250 ના સ્તર પર ફ્લેટ કારોબાર

(જી.એન.એસ),તા.૨૪

મંગળવારે મોટા ઘટાડા સાથે શેરબજાર બંધ થયા બાદ આજે બુધવારે શેરબજારમાં કારોબારની નીરસ શરૂઆત  જોવા મળી હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા જોકે ગણતરીના સમયમાં તેજી પરત ફરી હતી. વૈશ્વિક બજારમાંથી સ્થિર સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 21250 ના સ્તર પર ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. એશિયન અને અમેરિકન માર્કેટમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે. આ પહેલા મંગળવારે સેન્સેક્સ 1053 પોઈન્ટ ઘટીને 70,370 પર બંધ થયો હતો. પરિણામોની સીઝન વચ્ચે યુએસ માર્કેટ સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સમાં લગભગ 96 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.  

3M, Goldman Sachs અને Home Depotના પરિણામોમાં નબળાઈની અસર ડાઉ જોન્સમાં જોવા મળી છે. ચોથા ક્વાર્ટરના પરિણામો પછી Netflix માં 3.2% નો વધારો જોવા મળ્યો છે. એશિયાના મોટાભાગના બજારોમાં આજે નબળાઈ જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી લગભગ એક ચતુર્થાંશ ટકાના ઘટાડા સાથે કામ કરતો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અલીબાબાના શેરમાં લગભગ 6%ના ઉછાળા વચ્ચે આજે ચીનના બજારો લીલા રંગમાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે કેશ માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારે વેચવાલી જોવા મળી હતી. FIIએ મંગળવારે કેશ માર્કેટમાં ₹3115.39 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં ₹214.40 કરોડના શેરની ખરીદી કરી હતી.

ભારતીય શેરબજાર શરૂઆતની બેલ (૨૪ જાન્યુઆરી ૨૦૨૪)

સેન્સેક્સ  : ૭૦,૧૬૫.૪૯ −૨૦૫.૦૫ (૦.૨૯ ટકા)

નિફ્ટી    : ૨૧,૧૮૫.૨૫ −૫૩.૫૫ (૦.૨૫ ટકા)

ભારતીય શેરબજાર (૨૪ જાન્યુઆરી ૨૦૨૪ ૧૦:૩૪ આફ્ટર મોર્નિંગ(AM) )

સેન્સેક્સ  : ૭૦,૮૯૭.૫૫  +૫૨૭.૦૦ (૦.૭૫ ટકા)

નિફ્ટી    : ૨૧,૪૦૦.૭૫  +૧૬૧.૯૫ (૦.૭૬ ટકા)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબજેટ સત્ર પહેલા સંસદની સુરક્ષા CISF ને સોંપાઈ
Next articleવિજય માલ્યાની લીકર કંપની ભારતમાં કમાઈ રહી છે કરોડોનો નફો