Home દેશ - NATIONAL ભારતીય વાયુસેનાનું સુખોઈ-30 વિમાન મહારાષ્ટ્રના નાસિકમાં ક્રેશ થયું; બંને પાઈલટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનું સુખોઈ-30 વિમાન મહારાષ્ટ્રના નાસિકમાં ક્રેશ થયું; બંને પાઈલટ સુરક્ષિત

34
0

(જી.એન.એસ) તા. 4

નાસિક,

 ભારતીય વાયુસેનાનું સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર એરક્રાફ્ટ મહારાષ્ટ્રના નાસિકમાં ક્રેશ થયું છે. આ એરક્રાફ્ટ રિનોવેશન માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસે હતું. વિમાનના બંને પાયલોટ બહાર કાઢવામાં સફળ રહ્યા હતા અને તેઓ સુરક્ષિત છે. સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી છે, નાસિક રેન્જના વિશેષ મહાનિરીક્ષક ડીઆર કરાલેના જણાવ્યા અનુસાર, સુખોઈ-30 એમકેઆઈ વિમાનના પાયલટ અને સહ-પાયલટ સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે. વિમાન શિરસગાંવ ગામ પાસે એક ખેતરમાં પડ્યું હતું. એચએએલ અને ભારતીય વાયુસેના દ્વારા અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સુખોઈ-30 એમકેઆઈ એ રશિયન મૂળનું ટ્વીન-સીટર ટ્વીન એન્જિન મલ્ટીરોલ ફાઇટર જેટ છે. તે 8,000 કિલોના બાહ્ય શસ્ત્ર લઈ જવા સક્ષમ છે. ભારતીય વાયુસેના પાસે 260 થી વધુ સુખોઈ-30 એમકેઆઈ છે. તે કોઈપણ પ્રકારના હથિયારથી સજ્જ થઈ શકે છે. આ વિમાનોને વર્ષ 2002માં વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા. સુખોઈ-30 હવાથી જમીન અને હવાથી હવામાં વારાફરતી લક્ષ્યો પર હુમલો કરી શકે છે. આ એરક્રાફ્ટ સૌથી શક્તિશાળી ફાઈટર પ્લેનમાંથી એક છે. સુખોઈ-30 એમકેઆઈ 3,000 કિમી સુધી હુમલો કરવામાં સક્ષમ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશની જનતાએ એનડીએમાં વિશ્વાસ મૂકયો તે ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ
Next articleરેવ પાર્ટી અને ડ્રગ્સ સંબંધિત કેસમાં તેલુગુ અભિનેત્રી હેમા ની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ