Home દુનિયા - WORLD ભારતીય મૂળની 2 મહિલાઓને કેનેડામાં નવા વડાપ્રધાન માર્ક કાર્નીની સરકારમાં મળ્યું મહત્વનું...

ભારતીય મૂળની 2 મહિલાઓને કેનેડામાં નવા વડાપ્રધાન માર્ક કાર્નીની સરકારમાં મળ્યું મહત્વનું સ્થાન

36
0

(જી.એન.એસ) તા.16

ટોરન્ટો/ઑન્ટારિઓ,

આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર મહિલાઓ દ્વારા ભારત નું નામ રોશન કરવામાં આવ્યું છે, ભારતીય મૂળના કેનેડિયન નાગરિક અનિતા આનંદ અને દિલ્હીમાં જન્મેલા કમલ ખેરા કેનેડિયન સંસદમાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની મહિલાઓ છે. હવે તેમને કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ગવર્નર જનરલ મેરી સિમોનની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં લિબરલ પાર્ટીના પૂર્વ સેન્ટ્રલ બેંકર કાર્નીએ 30મા કેનેડિયન મંત્રાલયના સભ્યો સાથે શપથ લીધા હતા.

58 વર્ષીય અનિતા આનંદ વિજ્ઞાન અને ઉદ્યોગ મંત્રી છે, જ્યારે 36 વર્ષીય કમલ ખેરા આરોગ્ય મંત્રી છે. કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના મંત્રીમંડળમાંથી અલગ અલગ વિભાગો સાથે પોતાના મંત્રી પદ જાળવી રાખનારા થોડા લોકોમાં બંનેનો સમાવેશ થાય છે.

અનિતા આનંદ વિષે વાત કરીએ તો, કેનેડામાં ટ્રુડોના સ્થાને વડાપ્રધાન બનવાની દોડમાં સૌથી આગળ રહેલી અનિતા આનંદે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તે આ રેસમાં નથી. તેમણે કહ્યું હતું કે, ‘હું ફરીથી ચૂંટણી નહીં લડે.’ જોકે, તેમણે પહેલી માર્ચે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

કેનેડાના નોવા સ્કોટીયામાં જન્મેલી અને ઉછરેલી અનિતા આનંદ 1985માં ઓન્ટારિયો રહેવા ગઈ હતી. કેનેડાના વડાપ્રધાનની વેબસાઇટ અનુસાર, અનિતા આનંદ પહેલી વાર 2019 માં ઓકવિલે માટે સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને અગાઉ ટ્રેઝરી બોર્ડના પ્રમુખ, રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી અને જાહેર સેવાઓ અને પ્રાપ્તિ પ્રધાન તરીકે સેવા આપી હતી.

અનિતા આનંદે એક સ્કોલર, વકીલ અને સંશોધક તરીકે કામ કર્યું છે. તેમણે ટોરોન્ટો યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર તરીકે કાનૂની શિક્ષણવિદ રહી છે.

કમલ ખેરા વિષે વાત કરીએ તો જ્યારે શાળાનો અભ્યાસ કરી રહી હતી ત્યારે તેમનો પરિવાર કેનેડા ગયો, બાદમાં તેમણે ટોરોન્ટોમાં યોર્ક યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી.

તેમજ કેનેડાના વડાપ્રધાનની વેબસાઇટ અનુસાર, કમલ ખેરા પહેલી વાર 2015માં બ્રેમ્પટન વેસ્ટ માટે સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે સંસદમાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની મહિલાઓમાંની એક છે. એક રજિસ્ટર્ડ નર્સ, સ્વયંસેવક અને રાજકીય કાર્યકર, કમલ ખેરા તેમની આસપાસના લોકોના જીવનને સુધારવા માટે પ્રતિબદ્ધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field