Home દુનિયા - WORLD ભારતીય મૂળના ડાયવર્સિટી ઈક્વિટી એન્ડ ઈન્ક્લુઝન (DEI) ના વડા નીલા રાજેન્દ્રને બરતરફ...

ભારતીય મૂળના ડાયવર્સિટી ઈક્વિટી એન્ડ ઈન્ક્લુઝન (DEI) ના વડા નીલા રાજેન્દ્રને બરતરફ કર્યા

99
0

સરકારી એજન્સીઓમાં ચાલતા વિવિધ કાર્યક્રમો પણ ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કર્યા

(જી.એન.એસ) તા. 15

વોશિંગ્ટન,

બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટાપાયે કોસ્ટ કટિંગ કરવામાં આવ્યું હતું, તેમણે વિવિધ ફેડરલ ડીપાર્ટમેન્ટમાં મોટાપાયે છટણી કરી છે. તેમજ સરકારી એજન્સીઓમાં ચાલતા વિવિધ કાર્યક્રમો બંધ કર્યા છે. હવે ટ્રમ્પના નિશાના પર નાસા છે. તેમણે કરેલા આદેશ બાદ નાસાએ ભારતીય મૂળના DEI ચીફ નીલા રાજેન્દ્ર ને બરતરફ કર્યા છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે નાસાના અધિકારીઓ અને કર્મચારીઓને બરતરફ કરવાનો આદેશ જારી કર્યો છે. આ પછી, નાસા દ્વારા ભારતીય મૂળના ડાયવર્સિટી ઈક્વિટી એન્ડ ઈન્ક્લુઝન (DEI) ના વડા નીલા રાજેન્દ્રને બરતરફ કર્યા. અગાઉ પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ નાસાએ નીલા રાજેન્દ્ર નો હોદ્દો બદલીને ઓફિસ ઓફ ટીમ એક્સેલન્સ એન્ડ એમ્પ્લોયી સક્સેસના વડા બનાવ્યા હતા પરંતુ આખરે તેમણે પોતાની નોકરી ગુમાવી જ પડી.

આ મામલે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, ટ્રમ્પના આદેશ બાદ નાસાએ 10 માર્ચે એક નવો વિભાગ બનાવ્યો. જેમાં નાસા ના કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે નીલા રાજેન્દ્ર હવે ટીમ એક્સેલન્સ એન્ડ એમ્પ્લોયી સક્સેસ ઓફિસના વડા બનશે. નવી ભૂમિકા સંભાળ્યા પછી, રાજેન્દ્રએ લિંક્ડઈન પર લખ્યું હતું કે, નાસા ખાતે નવા રચાયેલા કાર્યાલયના વડા તરીકેનું તેમનું કાર્ય મુખ્યત્વે સાથે મળીને વિશેષ કાર્યો કરવાની આપણી ક્ષમતાને બહાર લાવવાનું છે. જો કે એપ્રિલની શરૂઆતમાં ટ્રમ્પના કડક પગલાં બાદ નીલા રાજેન્દ્ર ને બરતરફ કરવામાં આવ્યા. ટ્રમ્પે સરકારી એજન્સીઓના અનેક કાર્યક્રમો બંધ કરી દીધા છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે આવા કાર્યક્રમોએ અમેરિકનોને જાતિ, રંગ અને લિંગના આધારે વિભાજિત કર્યા છે. આ ઈમેલ નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પ્રયોગશાળામાં કામ કરતા કર્મચારી નીલા રાજેન્દ્રને બરતરફ કરવાની સૂચના આપવામાં આવી હતી. નાસા જેપીએલના ડિરેક્ટર લૌરી લેશિન દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં ઉલ્લેખ છે કે, નીલા રાજેન્દ્ર હવે જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં કામ કરતા નથી. અમારી સંસ્થામાં તેમણે જે ઊંડી છાપ છોડી છે તેના માટે અમે ખૂબ આભારી છીએ. અમે તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ.