Home દેશ - NATIONAL ભારતમાં નવા વેરિયન્ટ XBB 1.16ના રૂપમાં કોરોનાની ફરીથી વાપસી, અત્યાર સુધીમાં 754...

ભારતમાં નવા વેરિયન્ટ XBB 1.16ના રૂપમાં કોરોનાની ફરીથી વાપસી, અત્યાર સુધીમાં 754 કેસ

57
0

કોરોના વાયરસે ભારતમાં ફરીથી પગપેસારો કર્યો છે. પરંતુ તેના નવા રૂપમાં એક્સબીબી 1.16 સ્વરૂપે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં આ વેરિયન્ટના નવા 754 કેસ નોંધાયા છે. ત્યાં એક દર્દીનું મોત નીપજ્યું છે. દેશના કેટલાક રાજ્યોમાં આ નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી બે દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 155 નવા કેસ સામે આવ્યા છે. તેલંગાણામાં 100થી વધુ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પણ પોઝિટિવિટી રેટ 5 ટકાથી 10 ટકા સુધી વધી ગયો છે. આવો જાણીએ XBB 1.16ના કેસ વધવાના કારણો અને તેના લક્ષણો સાથે જ તેના ઉપાય શું હોઈ શકે? આંતરરાષ્ટ્રીય કોવિડ ટ્રેકિંગ પ્લેટફોર્મ કોવસ્પેક્ટ્રમના જણાવ્યા પ્રમાણે, ભારતમાં Covid XBનું નવું સ્વરૂપ, XBB 1.16ના કેસ વધી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે, ભારત પછી આ વેરિયન્ટ બ્રુનેઇ, અમેરિકા અને સિંગાપોરમાં સૌથી વધુ જોવા મળ્યો છે. દેશમાં કેટલાય રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટનો સંક્રમણ દર વધી રહ્યો હોય તેવું જણાય છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 155 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે. તો બીજી તરફ, તેલંગાણામાં મંગળવારે અને બુધવારે 100થી વધુ કેસ સામે આવ્યા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પોઝિટિવિટી દર 5 ટકાથી 10 ટકા વચ્ચે છે.

આંતરરાષ્ટ્રીય કોવિડ ટ્રેકિંગ પ્લેટફોર્મ કોવસ્પેક્ટ્રમ પ્રમાણે, ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ભારતના જિનોમ સિક્વન્સિંગ નેટવર્કના જણાવ્યા પ્રમાણે, XBB 1.16 XBB 1.5માંથી પેદા નથી થયો, પરંતુ બંને XBB અને XBB.1ના સ્વરૂપ છે. અત્યાર સુધીમાં XBB 1.16 વેરિયન્ટના અલગથી કોઈ લક્ષણો જણાવવામાં નથી આવ્યા, પરંતુ તેના કેટલાક મુખ્ય લક્ષણો જણાવવામાં આવ્યા છે. માથાનો દુખાવો, માંસપેશિયોમાં દુખાવોસ થાક, ગળું ખરાબ થવું, શરદી-ખાંસી સિવાય કેટલાક દર્દીઓને પેટમાં દુખાવો, બેચેની જેવા લક્ષણો પણ અનુભવાય છે. નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વાયરસના મ્યૂટેન્ટ પ્રતિરક્ષાથી બચવા માટે હોશિયાર છે અને પ્રકૃતિમાં સંક્રામક છે. કોવિડનું એક અન્ય સ્વરૂપ ઓમિક્રોન જે XBB 1.16નું સ્વરૂપ માનવામાં આવે છે. તે ઝડપથી ફેલાવવા માટે જાણીતો છે. આ માટે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાથી બચવાના ઉપાયો તો લગભગ બધાને ખબર જ છે, પરંતુ અત્યાર સુધીમાં ઇન્ફ્લૂએન્ઝા H3N2 વાયરસે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે થોડી વધુ સાવચેતી રાખવાની જરૂર છે. ત્યારે આ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ – 1) સંક્રમણનું કોઈપણ લક્ષણ હોય તો બહાર ન જવું જોઈએ, 2) જેને સંક્રમણ હોય તેવા લોકોની નજીક ન જવું, 3) માસ્ક પહેર્યા વગર ભીડ-ભાડ વાગી જગ્યાએ ન જવું, 4) જો કોઈને કોરોના હોય તો તેને બાળકો અને વૃદ્ધોથી અલગ રાખવા જોઈએ, 5) હાથને સાબુથી ધોવા અને સેનેટાઇઝર વાપરવું જોઈએ. H3N2 ઇન્ફ્લૂએન્ઝા વાયરસની બીક વચ્ચે XBB 1.16એ હાહાકાર મચાવ્યો છે. ઇન્ફ્લૂએન્ઝા અત્યાર સુધીમાં દેશમાં 7 લોકોનો જીવ લઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, H3N2 એક વાતાવરણનો ઇન્ફ્લૂએન્ઝા વાયરસ છે જે Orthomyxoviridae વાયરસ પરિવારનો ભાગ છે. પરંતુ, આ વાયરસ ફેફસાંને પ્રભાવિત નથી કરતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનના વિત્ત મંત્રીનું IMFની શરતને લઈને આપ્યું મોટું નિવેદન
Next articleભાજપના સાંસદે એવું તો શું કામ કર્યું કે પ્રધાનમંત્રીએ પણ કર્યા વખાણ