Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભારતમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માત થાય છે : નીતિન ગડકરી

ભારતમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માત થાય છે : નીતિન ગડકરી

18
0

(જી.એન.એસ),તા.29

નવી દિલ્હી,

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં રહેલ ખામીને કારણે થાય છે. ગડકરીએ કહ્યું કે મેં એન્જિનિયરને સલાહ આપતા કહ્યું છે કે હાઈવે પર એવા ડિવાઈડર બનાવવા જોઈએ કે લોકો તે કૂદી ન શકે.  તેમણે કહ્યું કે મેં ખૂબ જ ધ્યાનથી જોયું છે કે મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં ખામીને કારણે થાય છે, પરંતુ દરેક રોડ અકસ્માત માટે ડ્રાઇવરને જ જવાબદાર ઠેરવવામાં આવે છે પરંતુ એવું નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ જેટલા માર્ગ અકસ્માત થાય છે. તેમાંથી 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે અને ત્રણ લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

FICCIના રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2024ને સંબોધતા, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આના કારણે દેશને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ત્રણ ટકાનું નુકસાન થાય છે. રોડ પ્રોજેક્ટ્સના નબળા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (ડીપીઆર)ને કારણે બ્લેક સ્પોટ્સની સંખ્યામાં વધારો થયો છે.  જેના કારણે માર્ગ અકસ્માતો વધુ થાય છે. ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અને પરિવહન મંત્રાલયે શહેરી વિસ્તારોમાંથી પસાર થતા હાઇવે પર રેમ્પની જોગવાઈ સાથે વધુ ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે જેથી ટુ-વ્હીલર્સ ચાલકો તેનો ઉપયોગ કરી શકે. ગડકરીએ તમામ હાઈવેના સેફ્ટી ઓડિટની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આપણે લેન શિસ્તનું પાલન કરવાની જરૂર છે. ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એમ્બ્યુલન્સ અને તેમના ડ્રાઇવરો માટે એક કોડ તૈયાર કરી રહ્યું છે, જેથી તેઓને માર્ગ અકસ્માત પીડિતોને ઝડપથી બચાવવા માટે કટર જેવા અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરવાની તાલીમ આપી શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહિલા અને બાળ વિકાસ મંત્રીએ મહિલાઓ માટે કાર્યસ્થળોને સુરક્ષિત બનાવવા માટે નવું She-Box પોર્ટલ લોન્ચ કર્યું
Next article29 હજાર કરોડનો પ્રોજેક્ટ, 10 લાખને લોકોને રોજગાર, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય