Home દુનિયા - WORLD ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ પહોંચ્યા

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ પહોંચ્યા

32
0

(જી.એન.એસ),તા.૧૦

માલદીવ,

વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે, ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિમાં માલદીવ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને તે દ્વીપસમૂહના રાષ્ટ્રના નેતૃત્વ સાથે અર્થપૂર્ણ વાટાઘાટો માટે આતુર છે. તમને જણાવી દઈએ કે જયશંકર માલદીવ સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી સ્થાપિત કરવા માટે ત્રણ દિવસની ઓફિશિયલ મુલાકાતે અહીં પહોંચ્યા છે. ચીન તરફી ગણાતા મુઈઝુએ નવેમ્બર 2023માં ટોચના કાર્યાલયનો હવાલો સંભાળ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જો કે હવે જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, તેઓ માલદીવ પહોંચીને ખુશ છે. એરપોર્ટ પર મારું સ્વાગત કરવા બદલ વિદેશ મંત્રી મુસા ઝમીરનો આભાર. અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર દ્રષ્ટિકોણમાં માલદીવ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

તેમણે કહ્યું કે, તેઓ નેતૃત્વ સાથે અર્થપૂર્ણ વાતચીતની આશા રાખે છે. જમીરે કહ્યું કે તેઓ માલદીવની ઓફિશિયલ મુલાકાતે જયશંકરનું સ્વાગત કરીને ખુશ છે. તેમણે X પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે માલદીવ અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફળદાયી ચર્ચાની આશા છે. મુસા જમીરે કહ્યું કે, માલદીવમાં સામુદાયિક સશક્તિકરણ માટે ભારતની પ્રતિબદ્ધતામાં વધુ એક સીમાચિહ્નરૂપ! ડૉ. એસ. જયશંકર સાથે ભારતીય ગ્રાન્ટ સહાય હેઠળ સંયુક્ત રીતે પૂર્ણ થયેલા છ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરતાં ગર્વ અનુભવું છું. આજનું ઉદ્ઘાટન માલદીવમાં સામાજિક-આર્થિક વિકાસને આગળ વધારવા માટે ભારતના સમર્પણને દર્શાવે છે.

જૂન 2024માં બીજા કાર્યકાળ માટે કાર્યભાર સંભાળ્યા બાદ જયશંકરની માલદીવની આ પ્રથમ ઓફિશિયલ મુલાકાત છે. તેમની છેલ્લી મુલાકાત જાન્યુઆરી 2023માં થઈ હતી. જયશંકરની 11 ઓગસ્ટ સુધીની ત્રણ દિવસીય મુલાકાત તેમના માલદીવ સમકક્ષ મુસા જામીરના આમંત્રણ પર યોજાઈ રહી છે. જયશંકર રાષ્ટ્રપતિ મુઇઝુ સાથે સૌજન્ય મુલાકાત કરશે અને વર્તમાન દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરવા ઝમીર સાથે ઓફિશિયલ વાટાઘાટો કરશે તેવી આશા છે. વિદેશ મંત્રાલયે જયશંકરની મુલાકાત પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે માલદીવ ભારતનો મુખ્ય દરિયાઈ પાડોશી છે અને ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને અમારા ઓશન એપ્રોચ એટલે કે સમગ્ર ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. મંત્રાલયે કહ્યું કે, આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીને મજબૂત કરવાનો અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના માર્ગો શોધવાનો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહરિયાણા સરકારે રાજ્યોની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સવારે ‘ગુડ મોર્નિંગ’ની જગ્યાએ ‘જય હિંદ’ બોલવાનો નિર્ણય લીધો 
Next articleભારતના રાષ્ટ્રપતિએ શ્રી વી.વી. ગિરીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી