Home દુનિયા ભારતના લોકો ચીનને ઠેકાણે લાવી શકે તેમ છે… પરંતુ ચીની માલનો બહિષ્કાર...

ભારતના લોકો ચીનને ઠેકાણે લાવી શકે તેમ છે… પરંતુ ચીની માલનો બહિષ્કાર કરે તો…..!!!

540
0
SHARE

(જીએનએસ:હર્ષદ કામદાર)
તાજેતરમાં ચીને લડાખ માં એક ઉંબાડિયું કર્યું પરંતુ આપણા લશ્કરે તેનો સામનો કરતા તેને પાછું પડવું પડ્યું છે. ત્યારે ભારતના લોકોએ ભારતના પડોશી દેશ શિયાળ ચાલતું ચીનની નીતિ સમજવાની જરૂર છે. તેની વિસ્તારવાદી નીતિ છે તેમજ મિત્રતા કરીને દગો આપવામાં માહેર છે. ભારતને તેણે પંડિત જવાહરલાલ નહેરુના સમયમા હિન્દી-ચીની…ભાઈ ભાઈ કહી… ગળે લગાવીને 1962માં ભારત પર હુમલો કરીને ભારતનો કેટલોક વિસ્તાર પચાવી પાડ્યો છે. એ તો ઠીક ભારતનો અરુણાચલપ્રદેશ ચીન પોતાનુ હોવાનો દાવો કરતું રહે છે. વચ્ચે ચાર પાંચ વખત ભારતમાં ઘૂસણખોરી કરી હતી પરંતુ ભારતીય લશ્કરે ત્વરિત પગલાં લેતાં તેને પરોઠના પગલાં ભર્યા હતા. ચીનનો લડાખ ઉપર ડોળો મંડાયેલો છે. એટલે અવારનવાર ઘુસણખોરી કરતું રહે છે. પણ તે ભારતના લડાખ અને અરુણાચલ પ્રદેશને કબજે કરવા એવી ગહેરી ચાલ ચાલ્યું કે ભારતના વિરોધ છતાં તેને ખોળે બેઠેલા પાકિસ્તાને ભારતના પોક વિસ્તારમાં આવેલ કાશ્મીરનો કેટલોક વિસ્તાર ચીનની ભેટ આપી દીધો છે…..! અને તેનો ઉપયોગ ચીન કરી રહ્યુ છે. મતલબ કે ચીનનો બહુ મોટો સ્વાર્થ અહી છુપાયેલો છે….! ચીનની શિયાળ ચાલમાં પાકિસ્તાન ફસાઈ ગયું છે… તે બાબત પાકિસ્તાન સમજી શક્યું નથી…. કારણ પાકિસ્તાનને ચીનની મદદ મળશે અને ભારત સાથે યુદ્ધ થાય તો ચીન મદદ કરે તેવી આશા છે……! પરંતુ ચીન તેની વિસ્તારવાદની નીતિ અનુસાર પાકિસ્તાનમાં કાચબા ગતિએ ઘુસણખોરી કરીને અડિગો જમાવશે ત્યારે નાપાક પાકિસ્તાનનુ શું થશે તે બાબત પાકના નેતાઓ સિંગાપુરમાં તાજેતરમાં બની રહેલી ઘટનાઓને જોઈને પણ બોધપાઠ લેતુ નથી… આ બધું છતા ભારતને વધુ ચિંતા પાકિસ્તાન અને ચીનની છે તે પણ એક સત્ય હકીકત છે….!!
ભારતનો પાકિસ્તાને પચાવી પાડેલા સમૃધ્ધ પોક વિસ્તાર પર અમેરિકા અને યુરોપનો ડોળો હતો.. પરંતુ આ બંને દેશોને છક્કડ ખવડાવી લઈને ચીન એવી ચાલ ચાલ્યુ કે પાકિસ્તાને ભારતનો પોકમા આવેલ કાશ્મીરનો કેટલોક વિસ્તાર ચીનને ભેટ આપી દીધો…!! ચીન હંમેશા પાકની દરેક બાબતમાં ટેકો આપતુ આવ્યુ છે. એટલે ભેટ આપી દીધો છે. ચીન કાશ્મીર પ્રશ્ને પાકની તરફેણમા યુનો સહિત અન્ય દેશોમાં ભારતનો વિરોધ કરતું રહ્યું છે. પરંતુ બંનેની ભારત સામે શાબ્દીક ચર્ચામાં પીછેહઠ થઈ છે… ભારતને કાશ્મીર પ્રશ્ને યુનો સહિત વિશ્વના મોટાભાગના દેશોએ ટેકો આપ્યો છે. ભારતે કાશ્મીરમાંથી ૩૭૦ હટાવતા પાકિસ્તાન ધૂવાફુવા થઈ ગયું છે અને આતંકવાદને પોષતા પાકે. કાશ્મીર તેમજ ભારતની સરહદ દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા પ્રયાસો કરતું રહે છે જેમાં તેને આશિક સફળતા મળતી રહે છે… આતંકીઓને અ ભારતમાં ઘુસાડવા પાકિસ્તાન સરહદ ઉપર અવારનવાર હુમલા કરી રહ્યું છે. તેનો ભારત પણ આકરા પાણીએ આપતુ રહ્યુ છે.
ચીનની અને પાકિસ્તાનની યુનોમાં કાશ્મીર પ્રશ્ને પીછેહઠ થતા તેને નવું ઉબાડીયુ તાજેતરમાં લડાખમા ઘુસણખોરી કરીને કર્યુ અને ભારતના જવાનોએ તેનો સામનો કરવો પડ્યો.. જેની પાછળ ચીનની ચાલ એવી હોવાનું કહેવાય છે કે ભારત-ચીન બાબતે સરહદ પર ધ્યાન આપે તો પાકિસ્તાન તેના આતંકીઓને ભારતમાં સરળતાથી ઘુસાડી શકે….! પરંતુ ભારતે કાશ્મીર સરહદે પૂરતો બંદોબસ્ત કર્યો છે અને તે પાક આતંકીઓને માટે ભારે પડી રહ્યો છે. ટૂંકમાં ભારત અને પાકિસ્તાનની સરહદ પર વિશેષ ધ્યાન આપવું પડે છે. ત્યારે ભારતના લોકો ચીનને ભારે ફટકો આપી શકે તેમ છે-ફટકો આપી શકે છે… અને તે એવી રીતે કે ચીની બનાવટની એક પણ ચીજ વસ્તુ નહીં ખરીદીને… તોજ તેને ફટકો પડે. ભારતમાં એવી ખબરો ફરી રહી છે કે ચીન જે લાઈટ સીરીજો ભારતમાં ઘૂસાડી છે એના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે, તો તેને એવા ફટાકડા ભારતમાં મૂક્યા છે કે જેના કારણે શ્વાસના દર્દીઓના જાન જોખમમાં મુકાય- સાથે હૃદયના રોગો પણ ફેલાય, તો બાળકો માટેના એવા રમકડા મૂક્યા છે કે તેનાથી કેન્સર જેવા જીવલેણ રોગો થાય.અને આ બધું નવરાત્રી અને દિવાળી પર્વોને નજરમાં રાખીને જ કર્યું છે….!! ત્યારે જો ભારતના લોકોએ દેશની સુરક્ષાની જોઈને અને દેશ પ્રેમને લઈને તેની બનાવટની એક પણ ચીજ વસ્તુ ખરીદવી જોઈએ નહીં…. તેના કારણે ચીનમાં આર્થિક મંદી ઉદભવે તો ચીન શાનમાં સમજી જાય…..! તે એક હકીકત છે. ત્યારે દરેક ભારતવાસીઓ આવો મનથી નક્કી કરીએ કે ચીનની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરીએ….ખરીદ ના કરીએ…. વંદે માતરમ… મા તુજે સલામ્…..

Print Friendly, PDF & Email