Home દુનિયા - WORLD ભારતના જ્વેલિન થ્રો  સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ  ફિનલેન્ડના પાવો નુર્મી ગેમ્સમાં જીત્યો...

ભારતના જ્વેલિન થ્રો  સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ  ફિનલેન્ડના પાવો નુર્મી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

41
0

(જી.એન.એસ) તા. 19

ભારતના જ્વેલિન થ્રો  સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ ફરી એક વાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવ્યું છે. ઓલિમ્પિક ગેમ્સ આવતા પહેલા જ્વેલિન થ્રો ખેલાડી નીરજ ચોપરાનીએ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી. ભારતના ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ મંગળવારે તુર્કુ, ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં તેનો પ્રથમ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ફિનલેન્ડના તુર્કમાં યોજાયેલ પાવો નુર્મી ગેમ્સમાં નીરજે 85.97 મીટરના થ્રો સાથે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો. નુર્મી ગેમ્સમાં ફિનલેન્ડનો ટોની કેરાનેને 84.19 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો જ્યારે ત્રીજા ક્રમે ઓલિવિયર હેલેન્ડર 83.96 મીટર સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

નીરજ ચોપરા ભારત માટે ઓલમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ એથ્લેટ છે.  ફિનલેન્ડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તેણે સફળતાનો નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે.  તેણે ભારતીય રમતગમતને ગૌરવની વધુ ઊંચાઈઓ પર પહોંચાડી છે. નીરજ ચોપરા નાની ઈજા થતા એક મહિનાના વિરામ બાદ ફિનલેન્ડમાં યોજનાર સ્પર્ધામાં પરત ફર્યા હતા. ઓલિમ્પિક સ્પર્ધાની તૈયારી માટે પૂરતો સમય આપી શકે માટે નીરજે પંચકૂલામાં 27જૂનના રોજ યોજનારા નેશનલ ઇન્ટર સ્ટેટ એથ્લેટિકસમાં ભાગ નથી લીધો. નીરજે ગયા મહિને સ્વાસ્થ્ય સમસ્યામાંથી બહાર આવ્યા બાદ ફિનલેન્ડમાં સારું પ્રદર્શન કર્યું. હવે 7 જુલાઈનો રોજ થનાર પેરિસ ડાયમંડ લિગમાં નીરજ ચોપરા ભાગ લેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરાના નંદેસરીમાં એક પિતા પુત્રની જોડીના ત્રાસથી લોકો કંટાળ્યા
Next articleપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરનું ઉદઘાટન કર્યું