Home ગુજરાત ભાજપે મોડી સાંજે લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસ અને AAPને દોડતું...

ભાજપે મોડી સાંજે લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસ અને AAPને દોડતું કર્યું

48
0

ગુજરાતમા 15 ઉમેદવારોના નામ જાહેર

(જી.એન.એસ),તા.02

નવીદિલ્હી/ગાંધીનગર,

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ આપએ બે બેઠક પર ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા તો આ તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આજે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.ભાજપએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે.

195 લોકસભા બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાસણી બેઠક પરથી લડશે. તો 28 બેઠકો પર મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે 34 મંત્રીઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. ગુજરાતની 15 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે

કચ્છ – વિનોદ ચાવડા

બનાસકાંઠા- ડો. રેખાબેન ચૌધરી

પાટણ- ભરતસિંહ ડાભી

ગાંધીનગર – અમિત શાહ

અમદાવાદ (પશ્ચિમ) – દિનેશ મકવાણા

રાજકોટ – પરષોત્તમ રૂપાલા

પોરબંદર – મનસુખ માંડવીયા

જામનગર – પુનમ માંડમ

આણંદ – મિતેશ પટેલ

ખેડા -દેવુસિંહ ચૌહાણ

પંચમહાલ – રાજપાલ સિંહ જાદવ

દાહોદ – જશવંત સિહ ભાભોર

બારડોલી – પ્રભુભાઈ વસાવા

ભરૂચ – મનસુખ વસાવા

નવસારી – સી આર પાટીલ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાછીમારોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા, ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ
Next articleભાજપની 195 ઉમેદવારોની પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સહિતના 34 દિગ્ગજોના નામનું એલાન