Home ગુજરાત ભાજપાને હરાવવા વિરોધ પક્ષોની જરૂર નહિ પડે…. ઘરમાં જ છે ને…..!!

ભાજપાને હરાવવા વિરોધ પક્ષોની જરૂર નહિ પડે…. ઘરમાં જ છે ને…..!!

251
0
SHARE

(જીએનએસ: હર્ષદ કામદાર)
દેશભરમાં એનપીઆર -સીએએ એ મુદ્દે આમ પ્રજામાં ભારે વિરોધ પ્રવર્તી રહ્યો છે ત્યારે યુપીમા મેરઠના એસપી એ બળતામાં ઘી હોમ્યું છે. તેમણે મેરઠમા નાગરિકતા સુધારા કાયદા ના થઈ રહેલા ભારે વિરોધને લઈને કેટલાક લોકોને પાકિસ્તાન જતા રહો તેવો ધમકી રૂપે કહી દેતા તેનો વિડીયો વાયરલ થઈ ગયો જેના ખુદ ભાજપામાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે જ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ એસપીનો બચાવ કરતા તેની જ્વાળા દિલ્હી સુધી પહોંચી ગઈ છે. અને આવું નિવેદન કરવા બદલ કેન્દ્રના પ્રધાન મુખ્તાર નકવીએ એસપીની ટીકા કરવા સાથે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી દેતાં ભાજપામાં ભારે હડકંપ મચી ગયો છે. તો યુપી સરકારના પ્રવક્તા ત્રિપાઠીએ એસપીની પ્રશંસા કરી તરફદારી કરી છે.આ કારણે આમ પ્રજામાં શંકા-કુશંકાઓ સાથે સવાલ પેદા થયો છે કે શુ ભાજપા આ આ માટે કાર્યવાહી કરશે કે પછી જાતિવાદી તરફેણ….? કેન્દ્રના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ વિવાદાસ્પદ નિવેદન કરીને આમ પ્રજામાં એનપીઆર મુદ્દે લોકોમાં ભડકાવ પેદા કરી દીધો છે. તેમણે કહ્યું છે કે ભારતમાં રહેવું હશે તો ભારત માતાકી જય બોલવુ પડશે અને આ કારણે લોકોમાં વધુ આક્રોશ ફેલાયો છે. કારણ કે લોકો આજ દિન સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ બોલતા આવ્યા છે તો શું દેશની આઝાદી સમયથી બોલાતા આ સૂત્રો ખોટા છે…..? તેવો સવાલ લોકોમાં પૂછાઈ રહ્યો છે… દેશમાં આઝાદી માટે શહીદ થનારાઓએ મોટેભાગે જય ભારત, વંદે માતરમ, શબ્દો ઉચ્ચાર્યા તે ઇતિહાસ બોલે છે. પછી ધર્મેન્દ્ર પ્રધાને આવું કહેવાનો મતલબ શું છે….? તેવું દરેકના મોઢે ચર્ચાઈ રહ્યું છે… અને આની સીધી અસર દિલ્હીવાસીઓ ઉપર પડી છે. જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે લાગે છે કે હવે ભાજપને હરાવવા વિરોધ પક્ષની જરૂર નહીં પડે…. કારણ પોતાનાજ એવા નિવેદનો કરી રહ્યા છે કે જે ભાજપા અને તેની સરકારને નુકસાન કરે છે…..! અને આ સમય દરમિયાન ભાજપના પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિહાએ પણ મોદી અને શાહ ને નિશાને લેતા કહ્યું છે કે દેશમાં દુર્યોધન અને દુશાસનની ખતરનાક ટુકડીમાં માત્ર બે જ લોકો છે અને તે બંને ભાજપમાં છે…..!?
યુપીમાં જ બીજી ઘટના બની છે પ્રિયંકા ગાંધીને અટકાવવાની અને તેમાં પણ પ્રિયંકા સાથે પોલીસનુ વર્તન આ બધા વચ્ચે પ્રીયંકા ગાધી ચાલતા જઈને પૂર્વ આઈપીએસ અધિકારી દાવાપુરીના ઘરે પહોંચી ગયા હતા. તો સ્કુટર પર પ્રિયંકાને લઈ જનાર કોંગ્રેસ કાર્યકર સામે ફરિયાદ નોંધી છે. પરંતુ હેલ્મેટ પહેર્યું ના હોવાથી એક હજારનો દંડ પણ ફટકારી દીધો છે. તેના ભારે પ્રત્યાઘાત આમ પ્રજામાં પડ્યા છે. શું કોઈના ઘરે જતા અટકાવવા અને એ પણ દુઃખના સમયે સાંત્વના આપવા તો શું આ ગુનો છે….? આ સરકાર દેશની લોકશાહીનું ગળુ ઘોટવા માંગે છે કે શું….? તેઓ પ્રશ્ન આમ લોકોમા ઉઠી રહ્યો છે. જેના પ્રત્યાઘાત પણ દિલ્હી સહિત દેશભરમાં પડ્યા છે. તો ભાજપા પ્રવક્તા અને કેન્દ્રના પ્રધાન નકવી ભાજપમાં મુસ્લિમ ચહેરો કહેવાય છે. તેમણે જાહેરમાં એસપી સામે પગલા લેવાની વાત કરી છે. ઉપરાંત મોદી સરકાર મુસ્લિમોને દબાવવા મથે છે તેવી ચર્ચા લોકોમા ફરી વળી છે અને ત્યારે એસપીના નિવેદને મંત્રીને હચમચાવી નાખ્યા છે કદાચ તેઓ રાજીનામું ધરી દે….! અને જો એવું થાય તો ભાજપા મોદી સરકારની આબરૂના ચીથરા ઉડી જાય. જેના કારણે ભાજપાને દેશભરમાં નુકસાન થાય….! જો કે ભાજપા રાજનેતાઓએ યોગીને પગલાં લેવાનું કહી દીધું જ હશે….છતાય રાહ જોવી રહી….. કે કેવા પગલાં લેવામાં આવે છે….?
દેશમાં વડાપ્રધાન જાહેરમાં જોર-શોરથી કહે છે કે દેશમાં એક પણ ડિટેન્સન સેન્ટર નથી. આ ખોટી અને દેશને તબાહ કરતી અફવા છે. પરંતુ ખરેખર તો આસામના માટીયા ગામમાં ટેન્શન સેન્ટર બની રહ્યું છે. જેના બાંધકામ પાછળ કરોડોનો ખર્ચ થવાનો છે. વર્ષ 2018 થી આ સેન્ટરનુ બાંધકામ ચાલુ છે. અને ૩૦ ટકા જેટલું જ બાંધકામ બાકી છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જે બિન ભારતીય નક્કી થશે તેઓને રાખવામાં આવશે. અહીંનું બાધકામ માર્ચ 2020 મા પૂરું થઈ જશે. અને આ બની રહેલા ડિટેન્સન સેન્ટર અંગેનો વિડીયો વાયરલ થઈ ગયો છે. ત્યારે લોકો એવો સવાલ કરી રહ્યા છે કે આપણા જ વડાપ્રધાન કે જેમના ઉપર તમામ લોકોએ વિશ્વાસ મૂકી મતો આપી બહુમતી આપવા સાથે સત્તા પર બેસાડ્યા છે. તેઓ જૂઠું બોલે છે…..? શા માટે..? તેનો મતલબ સીએએ- એનપીઆરનો અમલ કરીને જ જંપશે… તો બીજો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કારગીલનો જંગ લડનારા સના ઉલ્લાને એન.આર.સી અંતર્ગત ડિટેન્શન સેન્ટરમાં પૂરી દેવામાં આવ્યા હતા. જેમાં તેને 2008 ના રીપોર્ટમા બોર્ડર વિગે વિદેશી બતાવ્યો હતો. અને હવે અધિકારીઓ સ્વીકારે છે કે તેના બનાવેલ રિપોર્ટમિ ખોટી માહિતી હતી. તાજેતરમાં હાઇકોર્ટે સના ઉલ્લાને છોડી મુકવાનો આદેશ આપતાં તેઓને ડિટેન્શન સેન્ટરમાં થી મુક્ત કરવામાં આવ્યા છે. સના ઉલ્લાએ એક ખાનગી ચેનલ સાથેની વાતમાં કહ્યું હતું કે ડિટેન્શન સેન્ટરમાં જે વાતાવરણ છે તે ઘણુ ખરાબ છે તેમાં વ્યક્તી એકલો પડી જાય છે. તેના સગા સબંધી કોઈને મળવા દેવાતા નથી. ત્યાંનું વાતાવરણ ઘણું જ ખરાબ છે. અને આ વીડિયોએ દેશભરમાં ભારે હલચલ મચાવી દીધી છે. કારણ સીએએ- એનપીઆર મૂળ ભારતીય હોય પણ તેના નોમ્સ મુજબ માંગેલ પુરાવા નહીં હોય તો તેમની હાલત ડિટેન્શન સેન્ટરમાં જવાની થશે તેવી લોકોની સમજમા સ્થાપિત થઈ ગયુ છે. અને કહેતા થઈ ગયા છે કે ગરીબ- મજુર વર્ગ પાસે તો માંગેલ પુરાવા હશે જ નહીં…..! તો શું ગરીબી નહીં પણ ગરીબોને જ હટાવવા માટે એનપીએ-સીએએ છે…..? જયારે ગરીબોજ નહી હોય તો ગરીબી ક્યાંથી રહે…..?

Print Friendly, PDF & Email