Home જ્યોતિષ ભાજપના સાંસદ ગિરીરાજ સિંહના ઘરે ચોરી

ભાજપના સાંસદ ગિરીરાજ સિંહના ઘરે ચોરી

SHARE

પટનામાં રહેતા ભાજપના સાંસદ ગિરિરાજ સિંહના ઘરે સોમવારે ચોરી થઈ હતી. આ ઘટના બાદ સત્તાવાળાઓ તરત જ સક્રિય થઈ અને ચોરને પકડવા તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી અને ચોરાયેલા મુદ્દામાલ જપ્‍ત કરી રૂપિયા 1.14 કરોડની રોકડ અને ઝવેરાત સાથે ઝડપી પાડ્યા હતા.

– ચોરી થયેલા રૂપિયા એક કરોડ કોના
– પોલીસે ગણતરીની કલાકોમાં ચોરની ધરપકડ કરી લીધી વરિષ્ઠ પોલીસ અધીક્ષક મનુ માહારાજે આજે આ ચોરીના કેસમા જણાવ્યું હતું કે સાંસદના ઘર માંથી 1.14 કરોડ રૂપિયા રોકડ, 600 અમેરિકી ડોલર અને સોનું અને ચાંદીના ઝવેરાત, સાત કિંમતી ધડિયાળ અને હેડી કેમેરો જપ્ત કરી લીધું છે.

તેમને જણાવ્યું હતું કે આ કેસમાં સાંસદના બોડીગાર્ડ કમલ કુમાર, નોકર લક્ષમણ, તેમના એપાર્ટમેન્ટમાં સુરક્ષા ગાર્ડ ધીરેન્દ્ર અને અન્ય એક આરેપીની ધરપકડ કરી છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન સોગંદનામા નોંધાવેલી રકમમાં પોતાની પાસે બે લાખની આસપાસ જણાવી હતી. પોલીસે ગિરિરાજ સિંહ પાસે જપ્ત થયેલી ચોરીની રકમ વિશે જાણકારી માંગી છે કે આ રૂપિયા ક્યાથી આવ્યા છે.