Home ગુજરાત ભાજપના વિકાસને સમર્થન કોંગ્રેસને ફરી એકવાર પછળાટનાં એંધાણ….!!

ભાજપના વિકાસને સમર્થન કોંગ્રેસને ફરી એકવાર પછળાટનાં એંધાણ….!!

272
0
SHARE

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.7
રાજ્યમાં આઠ વિધાનસભાની પેટાચૂટણીઓ પૂર્ણ થઇ છે ત્યારે આજે આપની સમક્ષ ગુજરાતના લઘુ અને મધ્યમ ન્યુઝ પેપરોના ગ્રાઉન્ડના પત્રકારો, તંત્રીઓ અને જીએનએસ ન્યુઝ એજન્સીની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ
ગુજરાત રાજ્યની આંઠ પેટાચૂંટણીઓના 3જી તારીખે થયેલા મતદાનના દિવસે જે તે વિસ્તારના લઘુ અને મધ્યમ અખબારોના મેદાન સાથે સંકળાયેલ પત્રકારો, સંપાદકો અને જી.એન.એસ. ન્યૂઝ એજન્સીની ટીમ દ્રારા કરવામાં આવેલ સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટીને આંઠમાં થી 5થી 6 બેઠકો મળવાનો અંદાજ છે જ્યારે કોંગ્રેસે ફક્ત 2 થી 3 બેઠકો સાથે સંતોષ માનવો પડે તેમ છે, જો આ અનુંમાન સાચા પડે તો ફરી એકવા રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાશે અને કોંગ્રેસને ફરી એકવાર પછળાટ મળે એવી શક્તતાઓ જણાઇ રહી છે
વિધાનસભાના વિસ્તાર પ્રમાણે જોઇએ તો અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે કોંગ્રેસના ડો.શાંતિલાલ સંઘાણીની છે સીધી ટક્કર, આ વિધાનસભા વિસ્તારમાં છેલ્લા ત્રણ વખતથી કોંગ્રેસ જીતતી આવી છે પરંતું આ વખતે અપક્ષ ઉમેદવારો તેની બાજી બગાડી શકે તેમ છે, 45 ટકા મુસ્લિમ સમાજના મતદારો ધરાવતા અબડાસામાં આ વખતે બે મુસ્લિમ સમાજના અપક્ષ ઉમેદવારો કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પાડી શકે તેમ છે
જીએનએસ ટીમ અને સ્થાનિક પત્રકારોના અનુંમાન પ્રમાણે અબડાસામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 42 ટકા મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડો. શાંતિલાલ સંઘાણીને 39 ટકા વોટ મળી શકે તેમ છે જ્યારે અન્ય અપક્ષ ઉમેદવારો 19 ટકા વોટ મેળવી શકે છે આ પ્રમાણે જોતાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત જણાય છે પરંતું આમાં છેલ્લા અનુંમાન પ્રમાણે જો મુસ્લિમ મતદારોએ અપક્ષ ઉમેદવારોને અવગણ્યા હોય તો આ પરિણામ બદલાઇ શકે છે અને કોંગ્રેસના ઉમેદવાર મેદાન મારી શકે છે, આ પેટાચૂંટણીમાં આ એક જ સીટ એવી છે જ્યાં મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થઇ શકે છે
ડાંગ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ સામે કોંગ્રેસના સૂર્યકાંત ગામીતની સીધી ટક્કર છે ડાંગમાં આ વખતે 75 ટકા જેટલું ઉંચું મતદાન થયું છે. ડાંગ વિસ્તારમાં પણ જીએનએસ ટીમ અને સ્થાનિક પત્રકારોના અનુંમાન પ્રમાણે ભાજપના ઉમેદવાર વિજય પટેલને 52 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગામીતને 37 ટકા મળી શકે છે અન્ય અપક્ષ ઉમેદવારોને 11 ટકા જેટલા મત મળવાની સંભાવના છે, આ પ્રમાણે જોતાં ડાંગ વિધાનસભામાં પણ ભાજપના ઉમેદવારનો વિજય નિશ્ચિત જણાય છે જોકે ડાંગમાં અપક્ષ ઉમેદવારોનો કોઇ ખાસ પ્રભાવ જોવા મળતો નથી.
ધારી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા સામે કોંગ્રેસના સુરેશ કોટડિયાની સીધી ટક્કર છે ધારીમાં આ વખતે 46 ટકા જેટલું ઓછું મતદાન થયું છે. ધારી વિસ્તારમાં જીએનએસ ટીમ અને સ્થાનિક પત્રકારોના અનુંમાન પ્રમાણે કોંગ્રેસનાના ઉમેદવાર સુરેશ કોટડિયાને 52 ટકા જ્યારે ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાને 41 ટકા મળી શકે છે અન્ય અપક્ષ ઉમેદવારોને 7 ટકા જેટલા મત મળવાની સંભાવના છે, આ પ્રમાણે જોતાં ધારી વિધાનસભામાં કોંગ્રસના ઉમેદવારનો વિજય નિશ્ચિત જણાય છે જોકે ધારીમાં અપક્ષ ઉમેદવારોનો કોઇ ખાસ પ્રભાવ જોવા મળતો નથી.
ગઢડા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર આત્મરામ પરમાર સામે કોંગ્રેસના મોહનલાલ સોલંકીની સીધી ટક્કર છે ગઢડામાં આ વખતે 50.76 ટકા જેટલું મતદાન થયું છે. ગઢડા વિસ્તારમાં જીએનએસ ટીમ અને સ્થાનિક પત્રકારોના અનુંમાન પ્રમાણે ભાજપના ઉમેદવાર આત્મરામ પરમારને 48 ટકા જ્યારે કંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકીને 44 ટકા મળી શકે છે અન્ય અપક્ષ ઉમેદવારોને 8 ટકા જેટલા મત મળવાની સંભાવના છે, આ પ્રમાણે જોતાં ગઢડા વિધાનસભામાં કોંગ્રસના ઉમેદવારનો વિજય નિશ્ચિત જણાય છે જોકે ગઢડામાં અપક્ષ ઉમેદવારોનો કોઇ ખાસ પ્રભાવ જોવા મળતો નથી.
કપરાળામાં ભાજપના જિતુ ચૌધરી સામે કોંગ્રેસના બાબુભાઈ વરઠાની સીધી ટક્કર છે, કપરાળામાં આ પેટાચૂંટણીઓનું સૌથી વધુ 77.5 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ વિધાનસભા વિસ્તારમાં જીએનએસ ટીમ અને સ્થાનિક પત્રકારોના અનુંમાન પ્રમાણે ભાજપના ઉમેદવાર જિતુ ચૌધરીને 46 ટકા મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠાને 42 ટકા વોટ મળી શકે તેમ છે જ્યારે અન્ય અપક્ષ ઉમેદવારો 12 ટકા વોટ મેળવી શકે છે આ પ્રમાણે જોતાં ભાજપના ઉમેદવાર જિતુ ચૌધરીની જીત નિશ્ચિત જણાય છે, જોકે ગઢડામાં અપક્ષ ઉમેદવારોનો કોઇ ખાસ પ્રભાવ જોવા મળતો નથી.
કરજણમાં ભાજપના અક્ષય પટેલ સામે કોંગ્રેસના કિરીટસિંહ જાડેજાની સીધી ટક્કર છે, કરજણમાં આ પેટાચૂંટણીમાં 70 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ વિધાનસભા વિસ્તારમાં જીએનએસ ટીમ અને સ્થાનિક પત્રકારોના અનુંમાન પ્રમાણે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને 52 ટકા મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 41 ટકા વોટ મળી શકે તેમ છે જ્યારે અન્ય અપક્ષ ઉમેદવારો 7 ટકા વોટ મેળવી શકે છે આ પ્રમાણે જોતાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત નિશ્ચિત જણાય છે, જોકે કરજણમાં અપક્ષ ઉમેદવારોનો કોઇ ખાસ પ્રભાવ જોવા મળતો નથી.
લીંબડી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ચેતન ખાચરની સીધી ટક્કર છે લીંબડીમાં આ વખતે 58 ટકા જેટલું મતદાન થયું છે. લીંબડી વિસ્તારમાં જીએનએસ ટીમ અને સ્થાનિક પત્રકારોના અનુંમાન પ્રમાણે કોંગ્રેસનાના ઉમેદવાર ચેતન ખાચરને 59 ટકા જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને 46 ટકા મળી શકે છે અન્ય અપક્ષ ઉમેદવારોને 5 ટકા જેટલા મત મળવાની સંભાવના છે, આ પ્રમાણે જોતાં લીંબડી વિધાનસભામાં કોંગ્રસના ઉમેદવાર ચેતન ખાચરનો વિજય નિશ્ચિત જણાય છે જોકે લીંબડીમાં અપક્ષ ઉમેદવારોનો કોઇ ખાસ પ્રભાવ જોવા મળતો નથી.
મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજા સામે કોંગ્રેસના જયંતીલાલ પટેલની સીધી ટક્કર છે, મોરબીમાં આ પેટાચૂંટણીમાં 52.32 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ વિધાનસભા વિસ્તારમાં જીએનએસ ટીમ અને સ્થાનિક પત્રકારોના અનુંમાન પ્રમાણે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 49 ટકા મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલને 43 ટકા વોટ મળી શકે તેમ છે જ્યારે અન્ય અપક્ષ ઉમેદવારો 8 ટકા વોટ મેળવી શકે છે આ પ્રમાણે જોતાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાની જીત નિશ્ચિત જણાય છે, જોકે મોરબીમાં અપક્ષ ઉમેદવારોનો કોઇ ખાસ પ્રભાવ જોવા મળતો નથી.

Print Friendly, PDF & Email