Home ગુજરાત ભાજપના વામનીયા નેતાઓનું ઈતિહાસના પાનાં ફાડી સરદાર ભક્ત હોવાનું માર્કેટિંગ….!?

ભાજપના વામનીયા નેતાઓનું ઈતિહાસના પાનાં ફાડી સરદાર ભક્ત હોવાનું માર્કેટિંગ….!?

919
0
SHARE

સંઘના સનીષ્ટ સ્વયંસેવક બચુભાઈ ઠાકરના પુસ્તક આગવો અભિગમના ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધરો પ્રકરણમાં કરી છે સ્પષ્ટતા, ૬ ડીસેમ્બર ૧૯૯૬ના દિવસે ભાજપે એરપોર્ટ પર સરદારના નામનો કર્યો હતો વિરોધ

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.30
૩૧ ઓક્ટોબર ના દિવસે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદારની વિરાટ પ્રતિમા ના અનાવરણ દ્વારા પોતે જ તેમના પાક્કા ભક્તો હોવાનો કેવડીયો સિક્કો લગાવવાના છે ત્યારે તેવા ભાજપ ની હવા કાઢતાં ૬ ડીસેમ્બર ૧૯૯૬નો દસ્તાવેજી પુરાવો સામે આવ્યો છે તે દિવસે અમદાવાદ એરપોર્ટ ને સરદાર પટેલ ના નામકરણ વખતે હાલનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને તેમની સાથેના કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવીને સરદારના નામનો ઉગ્ર વિરોધ કર્યો અને હવે પોતે જ સાચા સરદાર ભક્ત હોવાનું માર્કેટિંગ કરી રહ્યાં છે.

આરએસએસના સનીષ્ટ સ્વયંસેવક બચુભાઈ ઠાકર દ્વારા લિખિત પુસ્તિકા -આગવો અભિગમ- માં પેજ નંબર ૯૭ પર ગુજરાત ની અસ્મિતાના જ્યોતિર્ધરો નામના પ્રકરણમાં ટાંકેલા પ્રસંગ ને યાદ કરીએ તો તે વખતે ગુજરાત ના સીએમ તરીકે શંકર સિંહ વાઘેલા હતા અને વડાપ્રધાનપદ પર એચ.ડી.દેવે ગોવડા હતા અને ૬ ડીસેમ્બર ૧૯૯૬ના દિવસે અમદાવાદ એરપોર્ટ ના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામકરણ માટે આવ્યા ત્યારે તે વખતે ભાજપના મહિલા સાંસદ શ્રીમતી આનંદીબેન પટેલ સંસદ સભ્યના નાતે આવ્યાં ત્યારે તેમણે અને ભાજપના અન્ય કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવીને સરદાર સાહેબના નામ નો વિરોધ કર્યો તે અમદાવાદ એરપોર્ટના ઈતિહાસ માં નોંધાયેલું છે. ગુજરાત અમદાવાદ ની ધરતી પર પગ મુકતા જ અન્યાય અને અપમાન સામે સંઘર્ષ ની ઝળહળતી મશાલ જેવા સરદાર ની ભૂમિ પર પગ મુકીએ છીએ એવો અહેસાસ દરેક પ્રવાસી ને થાય, એક લોખંડી મનોબળ ધરાવતા સત્યાગ્રહી અને સ્વાતંત્ર્ય સમરના સેનાપતિ , ઉપરાંત અનેક અટપટા પ્રશ્નો ઉકેલનારા કુશળ મુત્સદી ની કર્મભૂમિ – ગુર્જર ધરાનું ગૌરવ લોકમાનસમાં અંકિત થાય એવો અભિગમ હતો. રાજપાના મુખ્યમંત્રી તરીકે વાધેલાએ તત્કાલીન વડાપ્રધાન દેવગોવડા સમક્ષ અસરકારક રજૂઆત કરી હતી કેમ કે એરપોર્ટ ના નામકરણ માટે અગાઉની સરકારો દાદ આપતી નહોતી.વાઘેલાની રજુઆતના પગલે ૬ ડીસે.૧૯૯૬ ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક એવું નામાભીકરણ થયું.
તેમણે કહ્યું કે આજે ભાજપના નેતાઓની સામે કોઈ કાળા વાવટા ના ફરકાવે તે માટે મહિલાઓના અન્ડર ગારમેન્ટ ની તલાશી લેતા ભાજપવાળાને શરમ આવવી જોઈએ. અમારી સરકારે તે વખતે તલાશી માટે આવી હરકત અપનાંવી નહોતી અને એવી કોઈ તલાશી કોઈની લીધી નહોતી. કેમકે અમારે મન તે વખતે સરદાર સાહેબ ના નામકરણ અન તેમને ભવ્ય અંજલિનું મહત્વ હતું. ભાજપના વામનીયા નેતાઓ સરદારના ના નામે ગમે તેટલા ચરી ખાય તો પણ એ જ સરદાર સાહેબે ભારતને ખતરા માંથી બચાવવા આરએસએસ પર પ્રતિબંધ મુક્યો તે ઈતિહાસના પાનાં ફાડવાથી લોકો ભૂલી જવાના નથી. ભાજપના નેતાઓ કાન્ચીંડા ને પણ શરમાવે એટલી ઝડપથી રંગ બદલીને સરદાર સાહેબ ને કેસરી રંગે રંગવાનો પ્રયાસ નાં કરે. અને જે રાજા રજવાડા ઓએ સરદાર સાહેબની અખંડ ભારત ની વાત માની ને પોતાના રાજ્યો નું વિલીનીકરણ ના કર્યું હોત તો સરદારને અખંડ ભારત ના બિસ્માર્ક નું બિરુદ મળ્યું ના હોત. તેથી એ રાજા રજવાડા નો પણ એટલો જ અધિકાર છે કે પ્રતિમા ના સ્થળે એમના નામો લખે. નહીતર જેઓ ઉદઘાટન કરે છે તેમના નામ ની તકતી પણ આવનારા સમયમાં સાબુત રહશે કે કેમ તે ચોક્કસ કહી શકાય નહિ.

Print Friendly, PDF & Email