Home ગુજરાત ભાજપના ઉપપ્રમુખે ઔડાને છપ્પનની છાતી બતાવી… અન્ય મહાનુભાવો બતાવશે ખરા…..?!

ભાજપના ઉપપ્રમુખે ઔડાને છપ્પનની છાતી બતાવી… અન્ય મહાનુભાવો બતાવશે ખરા…..?!

288
0
SHARE

(જીએનએસ,હર્ષદ કામદાર)
રાજ્યભરના નાના-મોટા શહેરોમાં વરસાદ અને પૂરને લઈને અનેક રોડ-રસ્તા તૂટી ગયા છે કે બિસ્માર થઈ ગયા છે. તો જે રોડ- રસ્તા કે બ્રિજ બની રહ્યા છે તે ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યા છે. પરિણામે આમ લોકો ત્રસ્ત થઈ ગયા છે….! કેટલાક આવા કામો છ-આઠ મહિના કે એકાદ વર્ષ ઉપરાંતથી કાચબા ગતિએ ચાલી રહ્યા છે.રોડ-રસ્તા કે બ્રીજના કામો ચાલુ હોય ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે પરંતુ આવા રસ્તા એટલે ડિસ્કો રસ્તા છે….! વળી ખોદકામની માટી, પથ્થરો વગેરે રોડ ઉપર આડેધડ નાખતા કે ઢગલા કરી દેતા આમ લોકોને વધુ તકલીફો ભોગવવી પડે છે. તેમાં પણ જો ગંભીર બીમારીવાળા દર્દી હોય કે ડિલિવરી માટે હોસ્પિટલ પહોચવાનુ હોય ત્યારે તેઓની બેહદ કફોડી સ્થિતી ઉભી થાય છે….!! અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ જેવા મોટા શહેરો તેમજ નાના શહેરોમાં રોડ- રસ્તા અને વરસાદી પાણીના નિકાલ માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને તેના કારણે રસ્તામાં ખાડા પડે છે, રસ્તા તૂટી જાય છે, ખાડા ટેકરાવાળા બની જાય છે ત્યારે ચૂંટાયેલા કોઇપણ ધારાસભ્યો કે કોર્પોરેટરો આવા પ્રશ્ને તંત્ર પાસે જવાબ માંગતા નથી….!! લોકો ફરિયાદ કરે તો તેની ફરિયાદ નો નિકાલ કરવામાં તંત્ર એસી કેબિનમાં જ બેસી રહેતા કોઈ ધ્યાન આપતા નથી….!!! નગરજનો વારંવાર ફરિયાદ કરે કે કડક ભાષામા રજૂઆત કરે ત્યારેજ જે તે ફરિયાદનો નિકાલ થાય છે, જે એક સત્ય હકીકત છે. ત્યારે રૂપાણી સરકારે જે તે શહેરોના રોડ-રસ્તાની ખરાબી દૂર કરવા કે રિ-સરફેસ કરવા કરોડો રૂપિયા ફાળવ્યા છે ત્યારે ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ આ તકલીફોનો નિકાલ કરવા માટે છપ્પનની છાતી બતાવશે ખરા….? તેવો પ્રશ્ન આમ લોકોમાં પૂછાઈ રહ્યો છે.
આવા સમયે નોંધનીય બીના એ બની છે કે ગુજરાત ભા.જ.પા પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઇ.કે.જાડેજાએ અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીના રસ્તાની બિસ્માર હાલત બાબતે તેમજ બિસ્માર રસ્તા અંગે, કોન્ટ્રાક્ટરોને જવાબદારી અંગે અને ઔડા અધિકારીઓને રસ્તા પર ચાલવા બાબતે આહવાન કરવા સાથે ટ્વિટર ઉપર પ્રશ્નો ઉઠાવીને સિહ ગર્જના કરતા 56 ની છાતી બતાવી છે. જ્યારે બોપલ વિસ્તાર સહિતના અન્ય વિસ્તારના પ્રજાજનોએ તેમને લાઈક કરવા ઉપરાંત તેમની વાતને કોમેન્ટ કરી સમર્થન આપ્યું છે. ત્યારે સવાવ એ ઉઠ્યો છે કે રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં તેમજ અન્ય નગરપાલિકા વિસ્તારોમાંથી જે ધારાસભ્યો ચૂંટાયા છે તેઓ પોતાના વિસ્તારના રોડ- રસ્તા, ગટર લાઈન, વરસાદી પાણીના નિકાલ જેવા પ્રશ્ને જે તે મ્યુનિ.કમિશનરને ફરિયાદ કે પ્રશ્ન નિકાલ અંગે પત્ર લખીને છપ્પનની છાતી બતાવશે ખરા….? કે પછી કેટલાક કોન્ટ્રાકટરોની તંત્રમા સાંઠગાંઠ છે તેને લઈને ચુપ રહેશે કે શું….? તેવો સવાલ આમ લોકો પૂછી રહ્યા છે…. ત્યારે ધારાસભ્યો ખુદ તંત્રવાહકો સામે લાલ આંખ કરી એસી ઓફિસોમાં થી બહાર કાઢી અંદર અને બહારના બિસ્માર રોડ-રસ્તાઓની સહેલ કરાવશે ખરા….? ઉપરાત રોડ રસ્તા, ગટર લાઈનો બનાવનાર જે તે કોન્ટ્રાક્ટરોની જવાબદારી છે તેમને પાઠ ભણાવવા તેમનાજ ખર્ચે આવા પ્રશ્નોનો નિકાલ કરાવશે ખરા….? કે પછી હોતી હૈ ચલતી હે નીતિ અપનાવશે…..!?
ગુજરાત ભાજપની રૂપાણી સરકારે આવા પ્રશ્ને વિશેષ જાગૃતિ બતાવી પડશે…. અને મુખ્યમંત્રીએ પોતાનું હીર બતાવવુ પડશે…. નહિ તો પ્રજા જે-તે મનપાના તંત્રને કારણે હેરાનગતિ ભોગવી રહી છે તેનું પરિણામ ભાજપ સરકારે ભોગવવું પડશે…. માટે મુખ્યમંત્રી લાલ આખ કરે અને એસીમાં બેસતા અધિકારીઓને શહેર ભરના અંદર- બહારના તમામ રોડ- રસ્તા સહિતની સ્થિતિ જોવા ફરતા કરે….. આવા કામો માટે જે કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓની જવાબદારી છે તેમના પર પગલાં લેવા છપ્પનની છાતી બતાવશે ખરા….?!

Print Friendly, PDF & Email