(જી.એન.એસ.)અંકારા,તા.૧૯
બે વર્ષ પહેલાં તુર્કીમાં શાસન પલટાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તરત જ તુર્કીમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી હતી. આ દરમ્યાન હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હજારો લોકોની નોકરીઓમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.
સરકારે કટોકટી ચાલુ રાખવાનો નિર્ણય લીધો અને તેની સમય મર્યાદા કેટલાક મહિના આગળ વધારી દેવામાં આવી. દેશમાં હાલમાં જ રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી સમાપ્ત થઈ છે, જેમાં ફરીથી એક વખત હાલનાં રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન ચૂંટણી જીતી ગયા હતા.