Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી બે દિવસ દરમિયાન હિમાલયના વિસ્તારો, ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની સંભાવના : IMD

બે દિવસ દરમિયાન હિમાલયના વિસ્તારો, ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની સંભાવના : IMD

51
0

દેશમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે, રહી રહીને કડકડથી ઠંડી પડી રહી છે. કોલ્ડ વેવ, ધુમ્મસ, હિમવર્ષા પછી હવે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી-NCRથી લઈને યુપી-બિહાર સુધી વરસાદની સંભાવના છે. પંજાબ-હરિયાણાથી લઈને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીમાં વરસાદ થવાથી ઠંડીનું જોર વધવાની સંભાવના થઈ રહી છે.

વરસાદ પત્યા પછી તરત જ તાપમાનનો પારો ઉપર ચઢવાનું શરુ કરશે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ભારતમાં 26 જાન્યુઆરી સુધી વરસાદ અને કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આગામી બે દિવસ હિમાલય વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમમાં વરસાદ નોંધાયો છે. હવે 27મી જાન્યુઆરીની રાતથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારને પ્રભાવિત કરી શકે છે.

પશ્ચિમ ઉત્તરપ્રદેશ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણાં વિસ્તારોમાં આજે કરા સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 28 જાન્યુઆરી સુધી વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે પશ્ચિમ ભારતમાં 28 અને 29 જાન્યુઆરીએ વરસાદ થવાની સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી વેબસાઈટ સ્કાયમેટ વેધર મુજબ આજે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્ય વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

પંજાબ અને હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ થઈ શકે છે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ મધ્ય ઉત્તરભારતના કેટલાક ભાગો, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત અન્ય ભાગો, લક્ષદ્વીપ, તામિલનાડુ, કેરળ, કર્ણાટકની દરિયાઈ પટ્ટી વિસ્તાર અને મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર હરિયાણા, ઉત્તર પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં કરા પડવાની સંભાવના છે.

ક્યાં બદલાશે હવામાનનો મિજાજ? તે.. જાણો.. જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે, જમ્મુ-કાશ્મીર અને હિમાલચ-ઉત્તરાખંડમાં હળવી હિમવર્ષા થઈ છે. હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણાના કેટલાક ભાગો, દિલ્હી અને પશ્ચિમ ઉત્તપ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે મંગળવારે રાજસ્થાનમાં વરસાદ પણ થયો. માનવામાં આવે છે કે વરસાદના કારણે ઠંડીનું જોર વધી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleJNUમાં BCC Documentryનું સ્ક્રીનિંગ, JNU કેમ્પસમાં વિદ્યાર્થીઓના જૂથો દ્વારા પથ્થરમારાના આક્ષેપો
Next articleફ્લાઈટમાં દારૂ પીવાને લઈને એર ઈન્ડિયાએ જાહેર કરી નવી દારૂ નીતિ