Home હર્ષદ કામદાર બેહદ મોંઘવારીમા કોમનમેન વારસાઈ પરંપરાગતો અને કરકસર તરફ…..!

બેહદ મોંઘવારીમા કોમનમેન વારસાઈ પરંપરાગતો અને કરકસર તરફ…..!

73
0
SHARE

(જી.એન.એસ : હર્ષદ કામદાર)
દેશમાં મોંઘવારી એ હદે વધવા લાગી છે કેમ મધ્ય વર્ગ, મંજૂર વર્ગ, ગરીબ વર્ગ સહિતના મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયા છે. જાેકે એક સમયે જ્યારે નહીવત કિંમતો વધતી ત્યારે દેશભરમાં ભારે ઊહાપોહ મચી જતો હતો… અત્યારે મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે ત્યારે આમ પ્રજામાં આંતરિક આક્રોશ બેહદ વ્યાપી ગયો છે પરંતુ જાહેરમાં વિરોધ કરવા કોઈ રોડ- રસ્તા પર નથી આવતું…..અને તેનું કારણ છે આમ પ્રજામાં છૂપો સરકારી ડર….. ચોતરફ બૂમાબૂમ છે પરંતુ મોંઘવારીને વાચા આપવા એક પણ રાજકીય પક્ષ મેદાનમાં નથી આવ્યો કે નથી આવતો…. જાણે કે મોંઘવારીને આડકતરું સમર્થન હોય…..! દેશ સ્તરે કે રાજ્ય સ્તરે એક પછી એક પછી એક એવા મુદ્દાઓ ઉઠે છે કે તે પ્રજાકિય મુદ્દાઓ ઝડપવાની તક જે તે વિરોધ પક્ષોને મળે છે પરંતુ એ મળેલ તક ઓળખવામાં વિપક્ષો થાપ ખાય રહ્યા છે કે જાણવા છતા અનજાન રહે છે કે પછી આમ પ્રજા માટે અસહ્ય મોંઘવારી બાબતમાં વિપક્ષો વિપક્ષો વિરોધ કરવાની શક્તિ ગુમાવી બેઠા છે તે સમજાતું નથી…..! અને આમ પ્રજા બિચારી- બાપડી બની ગઈ છે. કોરોના કાળનો આકરો સમય વીતી ગયો છે અને દેશભરમાં તમામ પ્રકારના ઔદ્યોગિક એકમો, વિવિધ માર્કેટો. તેમજ વેપાર-ધંધા ધીરી ગતિએ ધમકવાની શરૂઆત થઈ ગઈ છે….. પરંતુ નોકરિયાતોને ઓછા પગાર આપવાની શરતે નોકરી પર રાખ્યા છે, તો નવી નોકરી મેળવનારને ઘણો જ ઓછો પગાર મળે છે…..જે કારણે પરિવારનું પુરું કરવા- બે છેડા ભેગા કરવા સતત દોડતા રહેવા ફરજ પડી છે. આને આ કારણે પ્રજાજનો પાસે સમયનો અભાવ છે. જેના કારણે મોંઘવારી બાબતે આમ પ્રજામાં આક્રોશ છતાં તેનો વિરોધ કરવા મેદાનમાં આવતા નથી. અને જાે વિરોધ કરવા મેદાનમાં આવે તો પરિવારજનોને ભૂખ્યા રહેવાનો વારો આવી જાય તેવી વિટંબણામાં અટવાયેલા છે…..!
દેશમાં કોરોના કાળની થપાટ પડવાથી મોટા ભાગના પરિવારોની આવક મર્યાદિત થઇ જવા પામી છે, તો આજે પણ મોટા પ્રમાણમાં એવું યુવાધન છે કે જે મોબાઇલ સહિત મોજશોખમાં ડૂબી ગયેલ છે અને નાની તો નાની ઓછા પગારવાળી નોકરી શોધવા પ્રયાસો કરતા નથી…..! મતલબ એદી પણાનો શિકાર બની ગયા છે. જ્યારે કે શહેરો કરતાં ગ્રામ્ય પ્રજા આજે પણ સતત મહેનત કરતા રહ્યા છે. અને આવક મેળવવાના પ્રયાસો સફળ રહ્યા છે તેનું કારણ છે…..ભલે ઓછો પગાર- ઓછી મજૂરી મળે પરંતુ આવક તો થાય જ છે. તે સાથે તેઓ પરંપરાગત ખાદ્ય ખોરાકોને વધુ મહત્વ આપે છે જેથી ગ્રામ્યસ્તરે લોકોની તકલીફો ઓછી છે. જાે કે યુવાધન મહિનામા એકાદ વાર બહારનું ખાઈને મજા કરી લે છે…. પરંતુ મર્યાદિત ખર્ચમા. બીજી તરફ શહેરોમા બહારનું તૈયાર ખાવાનું એક ચલણ થઈ ગયું છે જેમાં વીક એન્ડમાં તો ઘરે ચા કોફી સિવાય કશું ન બને… ઘર બહારનુ બજારના ખાદ્ય ખોરાક ખાવાના….. આ બધું છતાં શહેરોમાં સામાન્ય વર્ગ કરકસર તરફ વળ્યો છે. જાે કે તેમના સંસ્કારોમાં જ કરકસર કરવાનું વણાયેલું છે. જેથી સારા માઠા પ્રસંગો પાર પાડી શકે છે. આવા કારણોને પરિણામે નવરાત્રી પહેલા માર્કેટો જગમગવાની શરૂઆત થઈ જાય અને તે દિવાળીના પર્વો આવતા માર્કેટના જગમગાહટ બેહદ બની જાય…. પરંતુ આ વખતે તેમાં કમીઆવી છે કારણ સામાન્ય પ્રજાજનો કરકસર કરવા તરફ વિશેષ ધ્યાન આપવા લાગ્યા છે…. જે એકંદર પરિવારજનો માટે સારું છે પરંતુ…. બજારો માટે ચિંતાજનક….!

વંદે માતરમ્‌

Print Friendly, PDF & Email